Breaking News : અમદાવાદના ભૈરવનાથ રોડ પર નશાની હાલતમાં કાર ચલાવતા સર્જાયો અકસ્માત, પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત

|

Jul 24, 2023 | 7:59 AM

અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં કાર ચાલાવતા અકસ્માત સર્જાયો હતો. ભૈરવનાથ રોડ પર આવેલી રાજકમલ બેકરીની સામે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી

Breaking News : અમદાવાદના ભૈરવનાથ રોડ પર નશાની હાલતમાં કાર ચલાવતા સર્જાયો અકસ્માત, પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત
accident

Follow us on

Ahmedabad : રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હજી અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતના થોડા જ દિવસમાં છે. ત્યા તો અમદાવાદમાં બીજા અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં કાર ચાલાવતા અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : Ahmedabad ISKCON Bridge Accident: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસ રિપોર્ટમાં થશે અનેક મોટા ખુલાસા

ભૈરવનાથ રોડ પર આવેલી રાજકમલ બેકરીની સામે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી અને દિવાલમાં ઘુસી હતી. મળતી માહિતી અનુસાર કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ ઇસનપુર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત કરી છે. જો કે સદનસીબે કોઈ જાનહાની કે અવસાનના સમાચાર મળ્યા નથી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત

થોડા દિવસ અગાઉ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 3ના સારવાર દરમિયાન મોત થયા હતા. 8 થી વધુ લોકો સારવાર હેઠળ હતા. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃત્યુ પામેલા 9 લોકોમાંથી 3 પોલીસ કર્મી હોવાનું સામે આવી રહ્યું હતુ. આરોપી તથ્ય પટેલને પોલીસે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કાર ચલાવનાર કાર ચાલક તથ્ય પટેલની સાથે કારમાં 3 યુવતી અને 2 યુવક એટલે કુલ 6 લોકો ગાડીમાં સવાર હોય હતા.  મળતી માહિતી અનુસાર ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી છે. પિતા પ્રજ્ઞેશ પટેલ વર્ષ 2020માં રાજકોટ ની યુવતી પર ગેંગરેપ કેસનો આરોપી છે. પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો હતો.

બનાસકાંઠાના નેશનલ હાઇવે પર અકસ્માત

તો આ અગાઉ કાંકરેજમાં નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. મૃતદેહને નજીકની થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહત્વનુ છે કે હાઇવે અકસ્માતમાં પોલીસે તપાસ હાથ ધરી છે. બાઈક અને સ્વિફ્ટ ગાડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના જીવ ગયા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 6:38 am, Mon, 24 July 23

Next Article