Breaking News : સુરત નેશનલ હાઈવે પર મોડી રાત્રે 10 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત

સુરતમાં એક સાથે 10 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. સુરતમાં નેશનલ હાઈવે પર મોડી રાત્રી દરમ્યાન કીમ ચાર રસ્તાથી કોસંબા તરફના માર્ગ પર અકસ્માત સર્જાયો હતો.મળતી માહિતી અનુસાર હાઇવે પર પેસેન્જર ભરવા ઉભી રહેતી લકઝરી બસોને કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં હાઇવે પર અડચણરૂપ જોખમી રીતે લકઝરી બસો ઉભી રાખવામાં આવી હતી.

Breaking News : સુરત નેશનલ હાઈવે પર મોડી રાત્રે 10 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત
Surat
| Updated on: Sep 15, 2023 | 7:34 AM

Breaking News : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યાં સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. સુરતમાં એક સાથે 10 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. સુરતમાં નેશનલ હાઈવે પર મોડી રાત્રી દરમ્યાન કીમ ચાર રસ્તાથી કોસંબા તરફના માર્ગ પર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : Surat: બાંગ્લાદેશથી ભારતમાં ઘુસણખોરી કરાવનાર મુખ્ય એજન્ટ સાથે 6 બાંગ્લાદેશી મહિલા અને પુરુષોને સુરત પોલીસે ઝડપી પાડ્યા

મળતી માહિતી અનુસાર હાઇવે પર પેસેન્જર ભરવા ઉભી રહેતી લકઝરી બસોને કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં હાઇવે પર અડચણરૂપ જોખમી રીતે લકઝરી બસો ઉભી રાખવામાં આવી હતી. 4 લકઝરીબસ, 4 કાર અને 2 ટ્રક સહિતના વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. એક લકઝરી કારની પાછળ ધડાકાભેર અન્ય વાહનો અથડાયા હતા. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઇજાઓ પહોંચી છે. જોખમી રીતે ઉભા રહેતા વાહનો સામે કડક કાર્યવાહી ખૂબ જ જરુરી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:12 am, Fri, 15 September 23