Breaking News: શક્તિપીઠ અંબાજીના સુપ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટેગ, શુદ્ધતા અને ગુણવત્તા જાળવવામાં મળશે મદદ

શક્તિપીઠ અંબાજીના સુપ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને GI ટેગ મળ્યુ છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અરજીને પગલે કેન્દ્રીય GI રજિસ્ટ્રીએ ક્લાસ-30 શ્રેણી હેઠળ આ ટેગ આપવામાં આવ્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે GI ટેગ અંગે સર્ટિફિકેટ આપવામાં આવશે..

Breaking News: શક્તિપીઠ અંબાજીના સુપ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટેગ, શુદ્ધતા અને ગુણવત્તા જાળવવામાં મળશે મદદ
| Updated on: Oct 09, 2026 | 4:30 PM

નવરાત્રિના આડે બસ ગણતરીની કલાકો બાકી છે ત્યારે શક્તિપીઠ અંબાજીને લઈને એક વિશેષ સમાચાર સામે આવ્યા છે. અંબાજીના સુપ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને GI ટેગ પ્રાપ્ત થયુ છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અરજીને ધ્યાને લઈ કેન્દ્રીય GI રજિસ્ટ્રીએ મોહનથાળના પ્રસાદને ક્લાસ-30 શ્રેણી હેઠળ આ એનાયત કર્યો છે. આ અંગે 1 લી ઓક્ટોબરના રોજ સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યુ હતુ. ત્યારે હવે અંબાજીના સ્વાદિષ્ટ મોહનથાળનો પ્રસાદ પણ GI શ્રેણીમાં સામેલ થઈ ગયો છે.

નવરાત્રિ નજીક છે ત્યારે પ્રથમ નોરતે વિશેષ સમારોહ દરમિયાન આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. અંબાજીના પ્રસાદને મળેલો આ GI ટેગ તેની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવામાં તો મદદરૂપ થશે જ સાથોસાથ પરંપરાગત ઓળખ જાળવવામાં પણ મદદ મળશે.

અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિશે એવુ કહેવાય છે કે ચાહે હજારો મણનો આ પ્રસાદ કેમ ન હોય, તેનો સ્વાદ ક્યારેય બદલાતો નથી, અને આ વિશેષતા જ મોહનથાળના પ્રસાદને ખાસ બનાવે છે. હવે આ મોહનથાળનો પ્રસાદ પણ વિશિષ્ટ યાદીમાં સ્થાન પામ્યો છે.

નવરાત્રિમાં 11 ઓક્ટોબર સોમવારે શુભ મૂહુર્ત સવારે 9 થી 10.30 દરમિયાન ઘટસ્થાપન કરવામા આવશે. ત્યારબાદ 10 થી 11 વાગ્યા દરમિયયાન યોજાનારા કાર્યક્રમમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઈન એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI)ના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ ઉન્નત પી. પંડિત ઉપસ્થિત રહી ટ્રસ્ટને સત્તાવાર GI ટેગ એનાયત કરવામાં આવશે.

AI ની દુનિયાના મંચ પર હિંદુ સંતની એન્ટ્રી, એન્થ્રોપિકે હવે AI ને સદાચારના પાઠ ભણાવવા હિંદુ સંતને કર્યા આમંત્રિત- Video

Published On - 4:26 pm, Fri, 9 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.