અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 9થી 11 જુલાઈ દરમિયાન ત્રણ દિવસનો પાણી કાપ રહેશે. શહેરના પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ શેઢી બ્રાન્ચ કેનાલમાં જરૂરી મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે પાણીનો પુરવઠો અસ્થાયી રૂપે અટકી જશે. પાણીની અછતની સમસ્યા ટાળવા માટે, મહાનગરપાલિકા દ્વારા બોરવેલનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. કોતરપુરથી વધારાનું પાણી ડાયવર્ટ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે જેથી પાણી કાપની અસર ઘટાડી શકાય. જો કે, કેટલાક વિસ્તારોમાં પાણીનો પુરવઠો અસરગ્રસ્ત રહી શકે છે. પાણી પુરવઠા વ્યવસ્થાપનને સુધારવા માટે વધારાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વોટર કમિટીના ચેરમેન દિલિપ બગડિયાના જણાવ્યા અનુસાર શેઢી કેનાલમાં અત્યારે હાલ દરવાજાનું રિપેરિંગ કામ ચાલી રહ્યુ છે. તેના કારણે પાણીનું લેવલ ડાઉન કરવામાં આવ્યુ છે. તેન કારણે જે ગ્રેવિટીથી પાણીનો જથ્થો આવતો હોય છે તે પાણીનો જથ્થો આવતો ઓછો થશે. કોતરપુરથી થોડુ પાણી ડાયવર્ટ કરવામાં આવશે. જેના કારણે ત્રણેય ઝોનનો પાણીની ઓછી સમસ્યાનો સામનો કરવો પડે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. આ દરમિયાન સાંજના સમયે જે પાણીનો સપ્લાય આપવામાં આવતો હોય છે તે ના આપી શકાય, પરંતુ સવારે રાબેતામુજબ થોડો જથ્થો મળી રહેશે. તેના માટેની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.
Published On - 5:48 pm, Tue, 8 July 25