અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ વર્ષ 2015 થી 2023 દરમ્યાન 80 કરોડનો દંડ ચૂકવ્યો છે. જેમાં સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું છે. જેમાં ટ્રાફિક,પાર્કિંગ અને રખડતા ઢોરની સમસ્યા મુદ્દે રાજ્ય સરકારે આજે હાઇકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું હતું. જેમાં
અમદાવાદ શહેરના ટ્રાફિક અને પાર્કિંગની પરિસ્થિતિ મુદ્દે કોર્ટમાં વિગતો મુકાઈ હતી. પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં શહેરની વહેંચણી કરવામાં આવી હતી. આ બંને ઝોનના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને જવાબદારી સોંપાઈ છે.
જેમાં ગુજરાત સરકારે આજે જણાવ્યું હતું કે, શહેરમાં 455 ટ્રાફિક પોઇન્ટ ઉભા કરાયા છે. શહેરમાં 16 ટોઈંગ વાન કાર્યરત છે. 130 ટ્રાફિક જંકશન્સ પર સીસીટીવીથી નજર રખાઈ રહી છે. અલગ અલગ પોઇન્ટ ઉપર સ્પીડ ગનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વર્ષ 2015 થી અત્યાર સુધીમાં ઇશ્યુ થયેલા ઈ -ચલણની વિગતો પણ કોર્ટમાં મુકાઈ હતી. જ્યારે વર્ષ 2015થી 2023 સુધીમાં 2536545 ઈ ચલણ ઈશ્યુ થયા હતા. તેમજ અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂપિયા 80,15,22,960 નો દંડ ચૂકવ્યો છે.
આ પણ વાંચો : Gujarati Video: દાહોદમાં નગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ, દેસાઈવાડાથી ગોધરા રોડ સુધી નડતરરૂપ દબાણોનો સફાયો
જેમાં ગેરકાયદેસર પાર્કિંગના પહેલા ગુના માટે 500 રૂપિયા દંડ, બીજા અને તે પછીના તમામ ગુનાઓ માટે ₹1,000 દંડ વસૂલવામાં આવે છે. જેમાં વર્ષ 2022 23 માં ગેરકાયદેસર પાર્કિંગના 21,650 કેસ નોંધાયા છે અને રૂપિયા 1,08,54,100 દંડ પેટે વસૂલાયા છે. જ્યારે ગેરકાયદેસર પાર્ક થયેલા વાહનોના ટોઇંગના 7793 કેસ નોંધાયા છે. ક્લેમ્પ ચાર્જ રૂપિયા 3613500 વસૂલાયો છે. ગેરકાયદે પાર્કિંગ માટેનો ચાર્જ રૂપિયા 1780700 વસુલાયો છે.
એક જાન્યુઆરી 2022 થી 29 એપ્રિલ 2023 સુધીમાં 24489 વાહનો નું ટોઈંગ કરાયું, જેમાં રૂપિયા 1,47,05,100 ટોઈંગ ચાર્જ અને 52,44,500 પાર્કિંગ ચાર્જ વસૂલાયો છે. શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ ની સમસ્યાના નિરાકરણ માટે વિશેષ સેલની રચના કરાઈ છે. જે શહેરની ટ્રાફિકની સ્થિતિનું મોનિટરિંગ કરશે. ઈ ચલણ ભરવા માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ બની હોવાની વિગતો પણ કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 5:52 pm, Thu, 4 May 23