Ahmedabad : અમદાવાદના કાલુપુર પાસે આવેલો ઈદગાહ બ્રિજ (Eidgah Bridge) લોકો માટે બંધ કરાયો છે. ઈદગાહ બ્રિજ 15 દિવસ માટે બંધ રહેશે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે હવે વાહન ચાલકોને બે કિલોમીટર ફરીને જવું પડશે. લોખંડની રેલિંગનું વજન વધી જતા અકસ્માતનું (Accident) જોખમ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોન્ક્રિટ પરની રેલિંગ નીચેથી પસાર થતી ટ્રેન પર પડવાનો ભય છે. રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરાયા બાદ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
બ્રિજ વચ્ચે રેલવે પોર્શનમાં કોન્ક્રિટની રેલિંગનો વજન વધી ગયો છે. જેના કારણે કોન્ક્રિટ નીચેથી પસાર થતી ટ્રેન ઉપર પડવાનો ભય રહેલો છે. જેના કારણે હવે આ રેલિંગને દૂર કરવા માટેનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. આ કામગીરી આગામી 15 દિવસ સુધી ચાલવાની હોવાથી 15 જૂન, 2023 સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે. બ્રિજ બંધ કરવાના કારણે કાલુપુર તરફ જવા અને શાહીબાગ તરફ આવવા માટે લોકોએ બે કિલોમીટર જેટલું ફરીને આવવું પડશે.
ઇદગાહ બ્રિજ પર રોજ લાખો વાહનોની અવર જવર થતી હોય છે. શાહીબાગથી કાલુપુર તરફ અને કાલુપુરથી શાહીબાગ તરફ જનારા લોકો આ બ્રિજ પર થઇને જ પસાર થતા હોય છે. સાથે જ આ રેલવે ઓવરબ્રિજ પરથી રોજની અનેક ટ્રેનો પસાર થાય છે. જો કે કોન્ક્રિટ પરની રેલિંગ પરનું વજન વધી જતા અહીં ગમે ત્યારે અકસ્માત સર્જાવોનો ભય રહેલો છે. આ બાબતે પશ્ચિમ રેલવેના બ્રિજ વિભાગના એન્જિનિયર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેના માટે થઈ અને આ રેલિંગ કાઢવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી આ બ્રિજને 31 મેથી 15 દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:22 am, Fri, 2 June 23