જૂનાગઢ બાદ રાજકોટ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ પાસેથી વિપક્ષના નેતાનુ પદ છીનવાયુ છે. વિપક્ષના નેતા ભાનુ સોરાણીને કાર જમા કરાવવા અને મનપા કચેરીમાં આવેલી વિપક્ષની ઓફિસ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે. ભાનુ સોરાણી આજે ઓફિસ ખાલી કરી દેશે. મનપામાં નિયમ મુજબ કોર્પોરેટરની સભ્ય સંખ્યા ના હોવાથી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરીએ, મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી, કોંગ્રેસના નેતાને વિપક્ષ તરીકે મળી રહેલા લાભ પરત લેવા જાણ કરી હતી.
આ પણ વાંચો : Rajkot: રાજકોટની 100 વર્ષથી પણ જૂની મરચા પીઠ વિશે ખબર છે ? કઈ રીતે તૈયાર થાય છે મરચાં અને મસાલાં, જુઓ Photos
આ અગાઉ જૂનાગઢ મહાનગર પાલિકામાં પણ વિપક્ષનું પદ રદ કરવામાં આવ્યુ હતું. જૂનાગઢ પાલિકામાં વિપક્ષનેતાઓને છેલ્લા 4 વર્ષથી કાર સહિત અનેક સુવિધા આપવામાં આવી હતી. પરંતુ મનપાના ભાજપ શાસકો જનરલ બોર્ડ બોલાવી અચાનક જ વિરોધ પક્ષનું પદ પરત લેવામાં આવ્યુ હતુ. જેથી વિરોધ પક્ષના નેતાઓએ ભાજપ વિરુદ્ધ સૂત્રો ઉચ્ચાર કર્યો હતા.
તો બીજી તરફ માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ હતુ. 2019ના મોદી સરનેમ કેસમાં સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જે પછી હવે રાહુલ ગાંધીએ તેમનું લોકસભાનું સંસદ પદ ગુમાવ્યુ હતુ. કોર્ટના નિર્ણય પર જલ્દી સ્ટે નહીં મુકાતા તેમનું સભ્ય પદ રદ થયુ હતુ. ત્યારે હવે સજા પર પ્રતિબંધ મુકવાની માગ સાથે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
જો મામલા અંગે વિગતે વાત કરીએ તો કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:18 am, Wed, 26 April 23