
Vadodara Accident : વડોદરામાં ફતેહગંજ પંડ્યા બ્રિજ પર અકસ્માતમાં એક યુવતીનું મોત નિપજ્યું છે. ડમ્પરનું ટાયર ફાટતા ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર નજીકથી પસાર થતી એક્ટિવાચાલકને અકસ્માત નડ્યો હતો.
ટ્રકના ટાયરનાં કરણે યુવતીઓ બ્રિજ સાથે અથડાતા પટકાઈ હતી. જે પૈકી એક યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અને બંનેને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન 20 વર્ષીય યુવતી હેતા જોશીનું મોત થયું છે. જ્યારે એક્ટિવા ચલાવનાર ખુશ્બુ કોઠારી નામની યુવતીની હાલત સ્થિર છે. હાલ સમગ્ર મામલે ફતેહગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 7:15 am, Thu, 3 August 23