Breaking News : સુરેન્દ્રનગરના દશાડા પાટડી હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, ચારનાં મોત

|

Sep 20, 2023 | 1:59 PM

સુરેન્દ્રનગરના દશાડા-પાટડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પાટડી દશાડા હાઇવે પર રૂસ્તમગઢ ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી. કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ચાર લોકોના મોત થયા છે.

Breaking News : સુરેન્દ્રનગરના દશાડા પાટડી હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, ચારનાં મોત

Follow us on

Surendranagar : સુરેન્દ્રનગરના દશાડા-પાટડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. કાર અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પાટડી દશાડા હાઇવે પર રૂસ્તમગઢ ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી. કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ચાર લોકોના મોત થયા છે.

આ પણ વાંચો-Vadodara : આગમન પહેલા વિધ્નહર્તાને જ નડ્યું વિધ્ન, રસ્તા પર પડેલા ખાડાને કારણે ગણેશજીને લઈ જતી ટ્રોલી પલટી, જુઓ Video

Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર
આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?

ઘટનાસ્થળ પર જ ચાર લોકોના મોત

સુરેન્દ્રનગરના દશાડા-પાટડી હાઇવે પર દશાડા અને જેમનગઢ વચ્ચે રુસ્તમગઢનું પાટિયુ આવે છે.જ્યાં વહેલી સવારે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.પૂરપાટ જતી કાર અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત થયા બાદ કાર નજીકના ખાડામાં ખાબકી ગઇ હતી.જેમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મૃતકો રાજકોટના હોવાની માહિતી

અકસ્માતની ઘટના બનતા આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહોને કારમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જે પછી તપાસ કરતા કારમાં સવાર પરિવાર રાજકોટનો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે.મૃતદેહ પાસેથી મળેલા આધારકાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ રાજકોટ તરફના હોવાનું સામે આવ્યુ છે. જેથી આ પરિવાર રાજકોટનું હોવાનું સામે આવ્યુ છે. હાલ આ અકસ્માત મામલે સ્થાનિક પોલીસ રાજકોટ પોલીસનો સંપર્ક કરી રહી છે.

(વીથ ઇનપુટ-સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:30 am, Wed, 20 September 23

Next Article