
જૂનાગઢના મેદરડા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બે મિત્રોનું ઘટનાસ્થળે જ મોત થયું છે અને અન્ય ત્રણ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના મેદરડાનાં ગઢાળી ગામે નજીક બની હતી. 5 મિત્રો પોતાના એક મિત્રના લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા તે સમયે આ ગંભીર અકસ્માત થયો હતો.
ગઈ કાલે, લગ્ન માટે ખરીદી કરવા માટે પાંચ મિત્રો કાર લઈને નીકળ્યા હતા. પરંતુ ગઢાળી નજીક એક વળાંક પર કાર નિયંત્રણથી બહાર થઈને નદીમાં ખાબકી ગઈ. અકસ્માતમાં મહિપાલ કુબાવત અને કીશન કાવાણીનું ઘટનાસ્થળે મોત થયું. અન્ય ત્રણ વ્યક્તિઓ ધ્રુવીક પટેલ, વીમલ રાણપરીયા અને જયમીક પ્રજાપતિને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના એ સમયે બની જ્યારે મિત્રો પોતાના ખાસ મિત્રના લગ્નના આયોજનમાં વ્યસ્ત હતા.
મિત્રોનો આ ખુશી અને આનંદનો પ્રસંગ હવે શોકમાં ફેરવાઈ ગયો છે. પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા માટે વ્યવસ્થા કરી છે. સ્થાનિકોએ જણાવ્યું હતુ કે આ વળાંક ખાસ જ જોખમી છે અને વાહન ચાલકોએ આ પ્રકારની જગ્યાઓમાં વધુ સાવધાની રાખવી જોઈએ.
ભાવનગર જિલ્લાના પાલીતાણાના મુખ્ય માર્ગ પર ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં 1નું મોત થયુ છે, તો 20થી 25 લોકોને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને પાલીતાણાની માનસીજી હોસ્પિટલ ખસેડાયા છે.
આ તરફ બનાસકાંઠામાં ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયુ છે. ડીસા-રાધનપુર હાઈવે પર થરા બ્રિજ નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અચાનક ઉભુ રહી જતા પાછળથી આવી રહેલુ ટ્રેલર અથડાયુ હતુ.
ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા ટ્રેલરચાલકનું સ્થળે જ મોત થયુ હતુ.
Published On - 11:06 am, Tue, 25 November 25