Breaking News : વડોદરામાં ગમખ્વાર અકસ્માત, રીક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં 5ના મોત

રીક્ષા અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, રીક્ષામાં સવાર એક પરિવારના લોકોને અક્સ્માતમાં મોત ભરખી ગયું હતું. આ અકસ્માતમાં 3 બાળકો અને પતિ-પત્નીના મોત થયા છે.

Breaking News : વડોદરામાં ગમખ્વાર અકસ્માત, રીક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં 5ના મોત
Accident in Vadodara
| Edited By: | Updated on: Feb 24, 2023 | 7:32 AM

ગુજરાતમાં આજે વહેલી સવારે ફરી એક વાર અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરાના અટલાદર પાદરા રોડ નારાયણ વાડી પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. રીક્ષા અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, રીક્ષામાં સવાર એક પરિવારના લોકોને અક્સ્માતમાં મોત ભરખી ગયું હતું. આ અકસ્માતમાં 3 બાળકો અને પતિ-પત્નીના મોત થયા છે.

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભયકર અક્સ્માતમાં 3ના મોત ઘટના સ્થળે જ થયા હતા. જ્યારે 2ના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા છે. આ તમામના મૃતદેહોને SSG હોસ્પિટલ ખસેડાયા હતા. રીક્ષામાં સવારે પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પાદરા તરફ પરત ફરી રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. કાર અને રિક્ષા સામસામે ભટકાતા આ અકસ્માત સર્જાયો હતો.

મૃતકોના નામ

ઘટના સ્થળે ત્રણ ના મોત

  • અરવિંદ પૂનમ નાયક (28 વર્ષ)
  • કાજલ અરવિંદ નાયક (25 વર્ષ)
  • શિવાની અલ્પેશ નાયક (12 વર્ષ)

હોસ્પિટલમાં બેના મોત

  • ગણેશ અરવિંદ નાયક (5 વર્ષ)
  • દ્રષ્ટિ અરવિંદ નાયક (6 વર્ષ)

જણાવી દઈએ કે આ તમામ લોકો વડોદરાના પાદરાના લોલા તાલુકાના છે. હાલમાં આર્યન અરવિંદ નાયક (8 વર્ષ) ઇજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ છે.આ અકસ્માતને કારણે રીક્ષાને ભારે નુકશાન થયું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા.

ગઈ કાલે જામનગરમાં થયો હતો અકસ્માત

ગઈકાલે જામનગરમાં સ્કૂલ બસ અને મનપાના વાન વચ્ચે અકસ્માત થયો હતો. બસમાં 30 બાળકો હતા સવાર હતા. રાહતની વાત એ હતી કે આ અકસ્માતમાં કોઈ જામહાનિ થઈ ન હતી. આ પહેલા પણ જામનગરમાં ત્રણ દિવસમાં બે સ્કૂલ બસના અકસ્માતો સામે આવ્યા હતા. અગાઉ નરારા ટાપુ પ્રવાસે જઈ રહેલા સ્કૂલ બસ રસ્તા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો અને બસમાં સવાર વિધાર્થી બાળકોને નાની મોટી ઇજાઓ થઈ હતી.

22 ફેબ્રુઆરીના રોજ પણ થયો હતો અકસ્માત

મહિસાગર જિલ્લામાં જાન લઇને લગ્નમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબક્યો હતો. આ ઘટનામાં ટેમ્પોમાં જઈ રહેલા 9 જાનૈયાઓના મોત થયા. જ્યારે જાનમાં જઈ રહેલા અન્ય 22 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 108 મદદ લઇ લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. એલસીબી અને એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

 

Published On - 6:27 am, Fri, 24 February 23