Ahmedabad : અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટેના (Gujarat High Court) કોર્ટ રૂમમાં 4 લોકોએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ સોલા હાઇકોર્ટ પોલીસ (Sola High Court police) ઘટના સ્થળે પહોંચી છે. આ ચારેય લોકોના આપઘાતનો પ્રયાસ કરવાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો-Cyclone Biporjoy: કોડીનારના મૂળદ્વારકા બંદર પર બિપરજોય વાવાઝોડાની અસરથી મકાન ધરાશાયી, જુઓ Video
ઘટના કઇક એવી છે કે ગુજરાત હાઇકોર્ટમાં આજે ચાર લોકોએ ફીનાઇલ પીને આપઘાત પ્રયાસ કર્યો છે. આનંદનગરમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપીના આગોતરા જામીન કોર્ટે મંજૂર ન કરતા ચાર લોકોએ કોર્ટ રૂમમાં ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. એક દંપતી અને બે વ્યક્તિ મળી કુલ ચાર લોકોએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.
ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરનાર ચારેય લોકોની સ્થિતિ ગંભીર છે. આ ચારેય લોકોને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ કરતા જ સોલા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને ફીનાઇલ પીનારને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો- Biporjoy Cyclone : સંભવિત નુકસાનને પહોંચી વળવા MGVCL એલર્ટ, 55 થી વધુ ટીમ રવાના
મહત્વનું છે કે અરજદાર દ્વારા લોન લેવામાં આવી હતી, જો કે આ લોનની રકમ વચેટિયાઓએ મેળવી લઈને અરજદાર સુધી તેનો લાભ પહોંચવા દીધો ન હતો. અરજદારને લોનની રકમ ન મળતા તેણે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:24 pm, Thu, 15 June 23