કચ્છમાં જખૌ નજીકથી વધુ 31 પેકેટ ચરસ અને એક પેકેટ હેરોઇન પેકેટ મળી આવ્યા છે. BSFના પેટ્રોલિંગ દરમિયાન શેખરણ પીર નજીકથી તમામ મુદ્દા માલ કબજે કરાયો છે. અલગ-અલગ દરિયાઇ વિસ્તારમાંથી આ પેકેટ મળી આવ્યા છે. એપ્રિલથી અત્યાર સુધી 81 પેકેટ ચરસ અને 10 પેકેટ હેરોઇનના મળી આવ્યા છે.
આજે મંગળવારે સવારે જ કચ્છના અબડાસાના પિગલેશ્વર અને જામથડા વચ્ચેથી ચરસના પેકેટ મળ્યા હતા. અબડાસામાંથી ભુજ SOGએ ચરસના પેકેટ ઝડપ્યા છે. SOGને 53.43 લાખના 35 કિલો ચરસનો બિનવારસી જથ્થો કબજે કર્યો છે.
મહત્વનુ છે કે આ અગાઉ પણ કચ્છના જખૌ નજીક નિર્જન ટાપુ વિસ્તારમાંથી બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. BSF ને ચરસનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. 10 પેકેટના રુપમાં એક કોથળામાં પેક કરેલા હતા આ જથ્થો હાથ લગતા પોલીસે કાર્યવાહી કરી હતી. સામાન્ય દિવસોમાં પણ કચ્છ સહિતની બોર્ડર સુરક્ષા દળો બારીકાઈથી તમામ ગતિવિધીઓ પર નજર રાખતા હોય છે. જેને લઈ એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 40થી વધારે પેકેટ નશીલા પદાર્થના ઝડપાયા હતા.
આ પણ વાંચો : શું છે ‘હરામી નાળા’, જ્યાંથી કસાબ ભારતમાં પ્રવેશ્યો, સુરક્ષાને કડક કરવા હવે અહીં લગાવવામાં આવ્યો ‘ઓપી ટાવર’
જોકે આ બાદ સર્ચ ઓપરેશનમાં વધુ ચરસ અને હેરોઇનનોજત્થો ઝડપી પાડ્યો છે. 31 જેટલા ચરસ અને 1 હેરોઇનનું પેકેક્ત મળી આવ્યું છે. જેને લઈ તપસના ધમધમાટ થયા છે.
Published On - 6:41 pm, Tue, 15 August 23