Breaking News : ગુજરાતમાંથી રાજ્યસભા માટે ભાજપના ત્રણેય ઉમેદવાર બિનફરીફ વિજેતા જાહેર, 20 જુલાઇએ થશે ત્રણેય સાંસદની શપથવિધિ

20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં આ ત્રણેય સાંસદની શપથવિધિ થશે. કોંગ્રેસમાંથી આ વખતે એક પણ ફોર્મ ભરવામાં આવ્યા ન હતા. ત્યારે ભાજપ દ્વારા ડમી ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા છે.

Breaking News : ગુજરાતમાંથી રાજ્યસભા માટે ભાજપના ત્રણેય ઉમેદવાર બિનફરીફ વિજેતા જાહેર, 20 જુલાઇએ થશે ત્રણેય સાંસદની શપથવિધિ
રાજ્યસભા ચૂંટણી
| Edited By: | Updated on: Jul 17, 2023 | 12:57 PM

Gandhinagar : ગુજરાત રાજ્યસભા ચૂંટણી (Rajyasabha Elections )માટેના ભાજપના (BJP) ત્રણેય ઉમેદવાર બિનફરીફ જાહેર થઇ ગયા છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, બાબુભાઇ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્ય સભાના સાંસદ બન્યા છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં આ ત્રણેય સાંસદની શપથવિધિ થશે.

આ પણ વાંચો-Breaking News: ઓવર સ્પીડ વાહન ચલાવનારા સાવધાન! SG હાઈવે, ગાંધીનગર-ચિલોડા માર્ગ પર લગાવાઈ ‘સિસ્ટમ’ – Video

આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો

રાજ્યસભાની 10 બેઠકો માટે યોજાનાર ચૂંટણીનુ સત્તાવાર પરિણામ જાહેર થાય તે પહેલા જ ભાજપે ત્રણ બેઠકો પર ભગવો લહેરાવી દીધો છે. ગુજરાતમાંથી રાજયસભાની ત્રણ બેઠકો ઉપર ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે. જેની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ કરશે. આજે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો આખરી દિવસ હતો. પરંતુ ગુજરાતમાંથી ભાજપના એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા સામે કોઈ જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ના હોવાથી, ત્રણેય ઉમેદવારોના ઉમેદવારીપત્રો માન્ય રહેવાની સાથે જ ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

ત્રણ ડમી ઉમેદવારે ફોર્મ ભર્યા હતા

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની 10 બેઠક માટે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર આજે 17મી જુલાઈના રોજ ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો દિવસ હતો. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ભાજપ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે, એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જ્યારે તેમના ડમી ઉમેદવાર તરીકે રજની પટેલ, રધુ હૂંબલ તથા પ્રેરક શાહે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે

જો કે, રાજકીય પક્ષના સત્તાવાર ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ માન્ય રહેવાની સાથે જ, તે જ પક્ષના ડમી ઉમેદવારોના ઉમેદવારીપત્ર અમાન્ય ઠરતા હોય છે. આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો દિવસ હોવાથી ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે કોઈ જ અન્ય ઉમેદવાર ના હોવાથી, વિદેશ પ્રધાન એસ. જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા, આજે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જો કે, આ ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હોવાની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે.

ગુજરાતમાંથી બિનહરીફ વિજેતા થયેલ ત્રણેય ઉમેદવારો, સંસદના ચોમાસુ સત્રમાં રાજ્યસભાના સાંસદ તરીકેની શપથ લેશે. ગુજરાતમાંથી રાજ્યસભાના જે ત્રણ સભ્યોની બેઠક ખાલી પડી છે તે એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની સાંસદ તરીકેની ટર્મ 18 ઓગસ્ટ સુધી છે. તેથી તેમના સ્થાને ચૂંટાયેલા એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા ચોમાસુસત્રમાં નવા ચૂંટાયેલા સાંસદ તરીકેના શપથ લેશે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:11 pm, Mon, 17 July 23