Breaking News : સુરતમાં ભીમ અગરિયારસ નિમિત્તે જુગાર રમતાં 197 લોકો પકડાયા, કુલ 9.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

|

Jun 02, 2023 | 10:21 AM

સુરત પોલીસે શહેરભરમાંથી ભીમ અગિયારસ જુગાર (Bhim Agiyaras gamblers) રમતા સંખ્યાબંધ જુગારીઓને પકડ્યા છે. તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના પોલીસ સ્ટેશનોમાં જુગારીઓને રાખવા જગ્યા ખૂટી પડે તેટલા જુગારી ઝડપી પાડવામાં આવ્યા હતા.

Breaking News : સુરતમાં ભીમ અગરિયારસ નિમિત્તે જુગાર રમતાં 197 લોકો પકડાયા, કુલ 9.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Follow us on

Surat : ભીમ અગિયારસે જુગાર રમવાની પરંપરા હોય અને ભીમ અગિયારસના રોજ જુગારીઓ શાસ્ત્રમાં જાણે જુગાર રમવાનું કહ્યું હોય તેમ જુગાર રમતા હોય છે. ત્યારે સુરત પોલીસ (Surat Police) પણ સતર્ક બનીને આવા જુગારીઓને પકડી પાડવા વોચ ગોઠવીને બેઠી હતી. સુરત પોલીસે શહેરભરમાંથી ભીમ અગિયારસ જુગાર (Bhim Agiyaras gamblers) રમતા સંખ્યાબંધ જુગારીઓને પકડ્યા છે. તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના પોલીસ સ્ટેશનોમાં જુગારીઓને રાખવા જગ્યા ખૂટી પડે તેટલા જુગારી ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-Breaking News : સુરતમાં ભીમ અગરિયારસ નિમિત્તે જુગાર રમતાં 197 લોકો પકડાયા, કુલ 9.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરતમાં ભીમ અગરિયારસનો જુગાર રમતાં 197 લોકો પકડાયા છે. સુરત શહેર પોલીસ દ્વારા 26 અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં 10 મહિલાઓ સહિત 197 લોકો ઝડપાયા છે. વરાછા પોલીસે 12 કેસમાં 105 જુગારીઓ ઝડપી પાડ્યા છે. સાથે જ વરાછા પોલીસે 2.71 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

બીજી તરફ કાપોદ્રા પોલીસે દરોડા પાડીને 7 કેસમાં 40 જુગારી ઝડપી પાડ્યા છે. તો કાપોદ્રા પોલીસે 2.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતની સિંગણપોર પોલીસે 2 કેસ કરી 14 જુગારીઓને પકડ્યા છે. સરથાણા, પુણા, કતારગામ, ઉત્રાણ અને અમરોલી પોલીસે પણ જુગાર રમાતો હોવાનો 1-1 કેસ કર્યો છે. પોલીસે જુગાર રમતા લોકોને ઝડપી 9.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે.

થોડા દિવસ પહેલા પણ સુરતમાં  પાસોદ્રા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને જુગારધામ ઝડપી પાડ્યું હતુ. પોલીસે જ્યારે જુગારધામ પર દરોડા પાડ્યા ત્યારે પુરૂષ કરતા વધારે મહિલાઓ જુગાર રમતી ઝડપાઇ હતી. પોલીસે જુગાર રમતી 6 મહિલા અને 3 પુરૂષને પકડીને કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી 1.79 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. અવારનવાર પોલીસ દરોડા પાડીને કેટલાંક જુગારધામ ઝડપીને કાર્યવાહી કરે છે. તે બાદ પણ હાર-જીત પર લાખો રૂપિયાનો જુગાર રમાતો હોય છે. જુગારીઓને કોઇ પણ પ્રકારનો ભય રહ્યો જ નથી. હાલ તો પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:04 am, Fri, 2 June 23

Next Article