Breaking News : વાપીના ભાજપ ઉપપ્રમુખની હત્યા કેસમાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો, ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોતરાયા

|

May 09, 2023 | 10:39 AM

મૃતકની પત્નીએ સમગ્ર કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. શરદ પટેલ ઉર્ફે સદિયો, મિતેશ ઈશ્વરભાઈ પટેલ, વિપુલ ઈશ્વરભાઈ પટેલ, પિનલ ઈશ્વરભાઈ પટેલ, સિદ્ધાર્થ શરદ પટેલ અને નિલેશ બાબુ આહીર નામના આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.

Breaking News : વાપીના ભાજપ ઉપપ્રમુખની હત્યા કેસમાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો, ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોતરાયા

Follow us on

વલસાડ જિલ્લાના વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાના કેસમાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે. મૃતદેહનું સુરતમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યુ છે. તો સાથે જ મૃતકની પત્નીએ સમગ્ર કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. વલસાડમાં વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા કેસમાં પોલીસે એક આરોપીને રાઉન્ડ અપ કર્યો છે. શરદ પટેલ ઉર્ફે સદીયો નામના આરોપીને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે.. મૃતક શૈલેષ પટેલની પત્નીએ 6 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં શરદ પટેલ ઉર્ફે સદિયો, મિતેશ ઈશ્વરભાઈ પટેલ, વિપુલ ઈશ્વરભાઈ પટેલ, પિનલ ઈશ્વરભાઈ પટેલ, સિદ્ધાર્થ શરદ પટેલ અને નિલેશ બાબુ આહીર નામના આરોપીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો-Banaskantha : વડગામના છાપીમાં ફૂડ વિભાગના દરોડા, શંકાસ્પદ પનીરનો જથ્થો પરીક્ષણ માટે મોકલાયો, જુઓ Video

ગઇકાલે વલસાડના વાપીમાં ભાજપના નેતાની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. વાપી તાલુકા ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પોતાના પરિવાર સાથે દર્શન કરવા જઇ રહ્યા હતા. જે દરમિયાન રાતા ગામ નજીક બે બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ગોળી વાગતા શૈલેષ પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

ઘટનાની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ કે શૈલેષ પટેલની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. જે પછી પોલીસે ઠેરઠેર નાકાબંધી કરીને હત્યારાઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

હત્યાની ઘટના અંગે રાજ્યના મુખ્યપ્રધાન સહિત પ્રદેશ સંગઠનને માહિતગાર કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ નેતાની માગ છે કે પોલીસ હત્યાની ઘટનામાં કડક કાર્યવાહી કરે અને ત્વરિત અસરથી દોષિતોને ઝડપીને જેલના સળીયા પાછળ ધકેલે. તો બીજી તરફ પરિવારજનોએ પણ હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કર્યો છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી હોસ્પિલ પહોંચ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:05 am, Tue, 9 May 23

Next Article