Breaking News : વડોદરામાંથી ઝડપાયો 29.20 લાખ રુપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો, SOGએ બે આરોપીની કરી ધરપકડ

|

Mar 09, 2023 | 5:26 PM

Vadodara News : ઈમરાન પઠાણ અને અને સલીમ ઈમ્તિયાઝ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. તો અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. બંને આરોપીઓ ભૂતકાળમાં નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા છે.

Breaking News : વડોદરામાંથી ઝડપાયો 29.20 લાખ રુપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો, SOGએ બે આરોપીની કરી ધરપકડ

Follow us on

ફરી એકવાર ગુજરાતમાંથી નશાનો કારોબાર ઝડપાયો છે. વડોદરામાંથી SOGએ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધો છે. 29.20 લાખ રુપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા છે. ઈમરાન પઠાણ અને અને સલીમ ઈમ્તિયાઝ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. તો અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. બંને આરોપીઓ ભૂતકાળમાં નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા છે.

મુંબઇનો એક વ્યક્તિ ડ્રગ્સ લાવ્યો હોવાની હતી બાતમી

SOGને ચોક્કસ બાતમી મળી હતી કે એક વ્યક્તિ ડ્રગ્સનો જથ્થો લઇને આવતો હોય છે અને વડોદરાના વિવિધ વિસ્તારોમાં તેને વેચતો હોય છે. ત્યારે આ બાતમીના આધારે વડોદરા શહેર SOG દ્વારા કેટલાક સમયથી આ હલચલ પર બાતમી રાખવામાં આવી રહી હતી. તાંદળજામાં આવેલા અસ્માક એપાર્ટમેન્ટમાં મુંબઇનો એક વ્યક્તિ એક મેયમ પઠાણ નામના વ્યક્તિના ઘરમાં આ ડ્રગ્સનો જથ્થો લઇને આવ્યો હોવાની જાણકારી મળી હતી. બાતમીના આધારે ગઇકાલે SOG દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

બે આરોપીની ધરપકડ, એક વોન્ટેડ જાહેર

વડોદરામાં 29.20 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. SOGએ ઈમરાન પઠાણ અને સલીમ ઈમ્તિયાઝ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે તથા અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. નાઇઝીરયન વ્યક્તિ દ્વારા ડ્ર્ગ્સના જથ્થાની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યુ છે.

આરોપીઓ ભૂતકાળમાં નશીલા પદાર્થ સાથે ઝડપાયા હતા

ઈમરાન પઠાણ તાંદલજામાં આવેલા અસફાક એપાર્ટમેન્ટમાં ડિલિવરી આપવા આવ્યો હતો. તથા છેલ્લા દોઢ માસથી મુંબઈથી ડ્રગ્સ લાવી વડોદરામાં હેરાફેરી અને વેચાણની પ્રવૃતિ કરતો હતો. સલીમ ઈમ્તિયાઝ શેખ મહારાષ્ટ્રના થાણેમાં આવેલા મુંબ્રાનો રહેવાસી છે. SOGએ ડ્રગ્સ સહિત 32.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  બંને આરોપીઓ ભૂતકાળમાં પણ નશીલા પદાર્થ સાથે ઝડપાઈ ચૂક્યા છે.

આરોપીઓની પૂછપરછ હાથ ધરાઇ

વડોદરા પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપી વડોદરામાં કોને કોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો તે અંગે આરોપીઓને પુછવામાં આવી રહ્યુ છે. સાથે જ નશાના આ કારોબારમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. તે અંગે તપાસ હાથ ધરાઇ છે. સાથે જ નાઇઝિરિયન વ્યક્તિની ધરપકડ શરુ કરવામાં આવી છે.

Published On - 12:23 pm, Thu, 9 March 23

Next Article