ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો-Tender Today : કમ્પ્યુટર, કાર્ટીજ, રીફીલિંગ, રીપેરિંગના કામ માટે આ નગરપાલિકામાં ટેન્ડર જાહેર
ગઇકાલે ગાંધીનગરમાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના વધતા કેસના પગલે કેટલાક પગલા લેવાની વાત કરવામાં આવી હતી. તેની સાથે જ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠક પછી ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરો આવતા રહે છે. અહીં ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી મુસાફરો વધુ આવતા હોય છે. ત્યારે આ છ દેશના મુસાફરો માટે આ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ છ દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ બતાવાના રહેશે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જે પછી જ આ છ દેશના મુસાફરો ગુજરાતમાં પ્રવાસ કરી શકશે અને ગુજરાતમાં રોકાઇ શકશે.
Omicronના XBB.1.16 વેરિઅન્ટને ભારતમાં કોરોના કેસ વધવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. આ પ્રકાર 12 દેશોમાં જોવા મળ્યો છે. અમેરિકા, સિંગાપોર, ચીન, યુકે અને બ્રુનેઈમાં આ વેરિઅન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ભારતમાં, મહારાષ્ટ્ર અને કેરળમાં XBB.1.16 વેરિઅન્ટના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં XBB.1.16 વેરિઅન્ટના સંક્રમિત લોકોની સંખ્યા 600ને વટાવી ગઈ છે.
નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડનું નવું સ્વરૂપ વધુ ચેપી છે. જેના કારણે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે ઓમિક્રોનના જૂના વેરિઅન્ટ XBBમાં મ્યુટેશન પછી બનાવવામાં આવે છે. જોકે, આના કારણે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના કેસોમાં કોઈ વધારો થયો નથી. ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન જે લક્ષણો કોરોના દર્દીઓમાં જોવા મળી રહ્યા હતા, તે જ રીતે હજુ પણ જોવા મળી રહ્યા છે. નવા વેરિઅન્ટથી લક્ષણોમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. કોવિડથી સંક્રમિત થયા પછી માત્ર ખાંસી-શરદી અને હળવા તાવની ફરિયાદો જ જોવા મળે છે. ન્યુમોનિયા કે ફેફસાના ચેપના કેસ નથી આવી રહ્યા.
રાજ્યમાં ફરી કોરોના માથું ઉંચકી રહ્યો છે. સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા છે. જેની સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ બે હજારને પાર પહોંચ્યાં છે. તો 24 કલાકમાં એક દર્દીનું મોત થયું છે. છેલ્લા એક મહિનામાં કોરોનાથી આઠ દર્દીના મોત નિપજ્યાં છે.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં એક જ દિવસમાં 120 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 38, સુરતમાં 32 અને રાજકોટમાં 23 કેસ સામે આવ્યાં છે..તો મોરબીમાં નવા 35, મહેસાણામાં નવા 25, આણંદમાં 9, સાબરકાંઠામાં 11 અને ભરૂચમાં 8 કેસ નોંધાયા છે. જૂનગાઢ 2, અમરેલી 7, કચ્છ 2, બનાસકાંઠા 3, ગાંધીનગર 3, વલસાડમાં 4, જામનગરમાં 2, પોરબંદરમાં 3, સુરેન્દ્રનગરમાં 2, છોટાઉદેપુરમાં 3, પાટણમાં 1 કેસ, નવસારીમાં 5, દાહોદ અને મહીસાગરમાં એક એક કેસ નોંધાયો છે.
હાલ રાજ્યમાં કોરોનાના કુલ 2 હજાર 247 એક્ટિવ કેસ થયા છે..જેમાંથી હાલ 6 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2241 દર્દીઓ સ્ટેબલ છે.
Published On - 10:25 am, Fri, 31 March 23