Kutch: ગુજરાતમાં અવારનવાર ભૂકંપના (Earthquake )આંચકા અનુભવાય છે. ફરી એક વાર કચ્છ જિલ્લામાં ધરા ધ્રૂજી છે. કચ્છના રાપર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 3:05 કલાકે 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર કચ્છથી 18 કિમી દૂર હોવાની માહિતી છે.
આ પહેલા 14 ઓક્ટોબરના રોજ પણ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ચ્છના ખાવડાથી 17 કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 14 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે 2.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તે પહેલા પણ 1 સપ્ટેમ્બર 2023ના રોજ મોડી રાત્રે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમા રાત્રિના 8 વાગ્યા અને 54 મિનિટે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનુ કેન્દ્રબિંદુ દૂધઈથી 15 કિલોમીટર દૂર હતુ. આ અગાઉ પણ દૂધઈમાં જ 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. એ ભૂકંપનું કેન્દ્રબિંદુ દુબઈથી 19 કિલોમીટર દૂર નોંધાયુ હતુ.
કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા હોય તેવુ આપણે સાંભળીએ છીએ. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન અનુસાર આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે.
ભૂકંપના અલગ અલગ પ્રકાર હોય છે. આ અલગ અલગ પ્રકાર દ્વારા અલગ અલગ અસરો પણ જોવા મળે છે. ભૂકંપના કુલ 4 પ્રકારના હોય છે.
રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:42 pm, Thu, 19 October 23