બોટાદમાં દારૂકાંડની ઘટનામાં Dyspની અધ્યક્ષતામાં SITની રચના, વિપક્ષે કહ્યું ભ્રષ્ટાચારનું એપિસેન્ટર ગૃહ વિભાગ

|

Jul 25, 2022 | 7:20 PM

બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની (Hooch Tragedy)  ઘટનામાં 4 લોકોના મોત થયા છે.  આ ઘટનામાં દારૂ પીધા બાદ 10થી વધુ લોકોની તબિયત બગડી હતી. તે પૈકી એકનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

બોટાદમાં દારૂકાંડની ઘટનામાં Dyspની અધ્યક્ષતામાં SITની રચના, વિપક્ષે કહ્યું ભ્રષ્ટાચારનું એપિસેન્ટર ગૃહ વિભાગ
SIT headed by Dysp formed in Botad liquor case hooch tragedy, Congress says home department is epicenter of corruption

Follow us on

બોટાદમાં  (Botad) સંભવિત લઠ્ઠાકાંડ (Hooch Tragedy) થી ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ  સૂત્રો દ્વારા પ્રાપ્ત  થયા છે. આ ઘટનામાં રેન્જ આઇજી અશોક યાદવ,  પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની ઘટનામાં  પહેલા 4 લોકોના મોત  ત્યાર બાદ 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા  છે.  બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ ગામમાં સવારે 10 લોકોની તબિયત બગડી હોવાની ઘટના બની હતી.  પીધા બાદ 10 વધુ લોકોની તબિયત બગડી હતી. આ ઘટનામાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની (Hooch Tragedy)  ઘટનામાં 8 લોકોનાં મોત થયાં છે.  આ ઘટનામાં દારૂ પીધા બાદ 10થી વધુ લોકોની તબિયત બગડી હતી. તે પૈકી એકનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ અસરગ્રસ્ત અન્ય લોકોને પણ બોટાદ તેમજ ભાવનગરની હોસ્પટિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સરપંચે  પોલીસને દારૂના વેચાણ અંગે કરી હતી રજૂઆત

આ સમગ્રોર ઘટનામાં વિગતો સામે આવી છે કે  રોજીદ ગામમાં  કેટલાય સમયથી દેશી દારૂના ધૂમ વેંચાણ થતું હતું અને આ મુદ્દાને લઇને સરપંચે અગાઉ પણ પોલીસને રજૂઆત કરી હતી.  નોંધનીય છે કે અસરગ્રસ્ત થનારા લોકોએ નભોઈ ગામમાંથા દારૂ પીધો હતો.  નભોઈ ગામે ઝેરી દારૂ પીધા બાદ તમામની તબીયત લથડી હતી. બીજી તરફ ઝેરી દારૂથી મોત થયાની વાત સામે આવતા ભાવનગર રેન્જ આઈજી બોટાદ હોસ્પિટલ પહોંચ્યા હતા.

દરમિયાન  કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ  સરકાર પર ચાબખા મારતા કહ્યું હતું કે ગુજરાત સરકારનો ગૃહ વિભાગ મોટી જાહેરાતો કરે અને બુટલેગરો બેફામ  બનીને દારૂનો વેપલો કરે  છે.

આ પણ વાંચો

નોંધનીય છે  કે અમદાવાદમાં વર્ષ 2009ના ઓઢવ લઠ્ઠાકાંડ કેસમાં 6 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. આ લઠ્ઠાકાંડમાં કુલ 123 લોકોનાં મોત થયાં હતાં. કેસમાં 33થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ચુદાકો આપતા 6 આરોપીને દોષિત જાહેર કર્યા છે. સુનાવણી દરમિયાન 650 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

Published On - 7:11 pm, Mon, 25 July 22

Next Article