Botad : ગઢડાના ઢસા ગામે કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, માતા અને પુત્રનું ઘટના સ્થળે મોત, જુઓ Video

|

May 15, 2023 | 1:31 PM

બોટાદના ગઢડાના ઢસા ગામે  રાજકોટ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જોયો છે. ઢસા ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા માતા અને પુત્રનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જો ઘટનાની વાત કરીએ તો માતા અને પુત્ર એકટીવા લઈને જતા હતા.

Botad : ગઢડાના ઢસા ગામે કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, માતા અને પુત્રનું ઘટના સ્થળે મોત, જુઓ Video
Botad

Follow us on

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક ઘટના બોટાદમાં ( Botad ) સામે આવી છે. આવી જ એક ઘટના બોટાદના ગઢડાના ઢસા ગામે બની છે. બોટાદના ગઢડાના ઢસા ગામે  રાજકોટ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જોયો છે. ઢસા ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા માતા અને પુત્રનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.

આ પણ વાંચો : Botad: સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં DDOની સરપ્રાઈઝ વિઝિટ, ગેરહાજર તબીબને આપી નોટિસ

T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video

જો ઘટનાની વાત કરીએ તો માતા અને પુત્ર એકટીવા લઈને જતા હતા. ત્યારે પુર ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને પાછળથી ટક્કર મારી હતી. મૃતક માતા અને પુત્ર બંન્ને જંકશન ગામના હોવાનું જાણવા મળ્યુ હતુ. ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

ચોટીલા હાઈવે પર ઢાળ પર મૂકેલું ડમ્પર આવતા 2 યુવકના મોત

તો બીજી તરફ આજે સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર ડમ્પરની અડફેટે 2 યુવકોના મોત થયા છે. આ અકસ્માત ડમ્પર ચાલકની બેદરકારીના કારણે સર્જાયો છે. ડમ્પરનો ડ્રાઈવર ડમ્પર મૂકીને ક્યાંક ગયો હતો તે સમયે ડમ્પર ઢાળમાં ચાલવા લાગતા બે રાહદારીઓને અડફેટે લઈ લીધા હતા. બંને યુવકોને અડફેટે લઈ ડમ્પર સીધુ જ મામલતદાર કચેરીની દિવાલ સાથે અથડાયું હતું. જોકે રવિવારની રજા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. મૃતક બંને યુવકો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ડમ્પર રોંગ સાઈડમાંથી સીધુ જ રોડ ક્રોસ કરીને ચાલતા જઈ રહેલા બે યુવકો ઉપર ફરી વળે છે.

તો બીજી બાજુ મહેસાણાના નંદાસણ નજીક લક્ઝરી બસ પલટી ખાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. લક્સરી બસ સુરતથી જોધપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પલટી ખાધી હતી. લક્સરી બસ પલટી ખાતા 5-6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને કલોલની હોસ્પિટલમા સારવાર અર્થે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article