રાજ્યભરમાં આજે વિવિધ મંદિરો અને આશ્રમમાં ગુરુપૂર્ણિમા (Gurupurnima) ની ઉજવણી (celebrate) કરવામાં આવી છે. બોટાદ (Botad) ના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે..ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર મંદિરમાં વિશેષ મહા આરતી અને પૂજન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. હનુમાન દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો હતો અને કોઠારી સ્વામી સહિતના સંતોએ હનુમાનજી દાદાની સ્થાપના કરનાર સદગુરુ ગોપાળાનંદજીનું પૂજન કર્યું હતું. જયારે હરિભક્તોએ પણ પોતાના ગુરુની પૂજા કરી હતી. ગુરુ પૂર્ણિમા નિમિતે દાદા દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને ઉમટયા હતા.
સાળગપુર હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિતે મંદિરના સંતોએ તેમના ગુરુની પૂજા કરી હતી જયારે હરિભક્તો દ્વારા પોતાના ગુરુ ની પૂજા કરી ગુરુ દક્ષિણા આપી ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આજના પવિત્ર ગુરુ પૂર્ણિમા ના દિવસે હનુમાનજી દાદાની સથાપના કરનાર ગુરુ ગોપાળાનદજી ની મંદિરના કોઠારી સ્વામી સહિતના સંતોએ પુજન કર્યુ હતું અને આજના પાવન દિવસે તમામ ભક્તોનું જીવન સુખમય નિવડે તેવા આશીર્વાદ આપ્યા હતા. આમ સાળગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે આસથા ભેર ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી
દ્વારકામાં આજે ગુરૂ પૂર્ણિમા નિમિતે જગત ગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજનાં આશ્રમ શારદા મઠ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આદિ શંકરાચાર્ય મહારાજની પાદુકાનું પૂજન સહિત જગત મંદિરે ભગવાન દ્વારકાધિશને નૂતન ધ્વજા આરોહરણ કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુ પૂજન કરાયું હતું.
અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરમાં દિલીપદાસજી મહારાજના આશીર્વાદ માટે સંખ્યાબંધ ભક્તો ઉમટી પડ્યા હતા. મહારાજના શિષ્ય પ્રતાપ ઠાકોર દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે અનોખી ભેટ આપવામાં આવી છે. શિષ્ય દ્વારા સોનાની માળા અને પેન્ડલ અર્પણ કર્યું હતું. આ ઉપરાંત ગુરુપૂર્ણિમાના દિવસે સોલા ભાગવત વિદ્યાપીઠમાં ગુરુપૂજન રાખવામાં આવ્યું. ગુરુઓના ગુરુ મહર્ષિ વેદ વ્યાસના નામથી ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું એક અનોખું સ્થાન હોય છે, ગુરુ જીવનને તારનાર અને દિશા બતાવનાર હોય છે. આજના આ મહત્વપૂર્ણ અવસર ઉપર સોલા ભાગવત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ મંત્રોચ્ચાર સાથે ગુરુને પ્રણામ અને વંદન કર્યા. ગુરુ પાસેથી આશીર્વાદ અને આશીર્વાદ વચન મેળવીને ગુરુપૂજા કરી. ગુરુપૂર્ણિમાના આ અવસર ઉપર એક પૂજન પણ યોજવામાં આવ્યું જેમાં ભક્તોએ પૂજનમાં ભાગ લીધો અને પોતાના ગુરુઓને યાદ કર્યા. સોલા ભાગવત વિદ્યાપીઠમાં ગુરુ પાદુકાના દર્શન અને વંદન કરવા માટે ભક્તો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા.
ભાવનગરના બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી બગદાણા ખાતે બજરંગદાસ બાપાના દર્શન માટે સમગ્ર ગુજરાતમાંથી દર્શનર્થીઓ ઉમટ્યા હતા. દર વર્ષે બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા ઉજવણી થાય છે.
આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે પંચમહાલ જીલ્લામાં ઠેર ઠેર ગુરુ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. સુપ્રસિદ્ધ નારાયણ ધામ તાજપુરા ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે શિષ્યોની ભારે ભીડ જામી હતી. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારએ પણ તાજપુરામાં ગુરુપૂજન કર્યું હતું. તાજપુરા સ્થિત નારાયણ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં કોવિડ સમયે સરકાર તરફથી ઓક્સિજન પ્લાન્ટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનું ટ્રસ્ટ તરફથી સન્માન કરાયું હતું.