GST અધિકારી ACB ના છટકામાં ઝડપાયો, 1 લાખ રુપિયાની માંગી હતી લાંચ, કચેરીમાં જ પૈસા સ્વિકાર્યા

|

Sep 12, 2023 | 7:50 PM

બોટાદમાં GST નો અધિકારી લાંચ લેવા જતા છટકામાં ઝડપાઈ જવા પામ્યો છે. એસીબીની ટીમે વેપારીની ફરિયાદ આધારે છટકાનુ આયોજન ગોઠવતા લાંચીયો અધિકારી ટ્રેપમાં ઝડપાઈ ગયો હતો. આરોપી જીએસટી અધિકારી રીમલ ઠુમ્મરને ઝડપી લઈને તપાસ શરુ કરી છે.

GST અધિકારી ACB ના છટકામાં ઝડપાયો, 1 લાખ રુપિયાની માંગી હતી લાંચ, કચેરીમાં જ પૈસા સ્વિકાર્યા
GST અધિકારી ACB ના છટકામાં ઝડપાયો

Follow us on

ભ્રષ્ટાચારી અધિકારીઓએ માઝા મૂકી છે. જેને લઈ હવે રાજ્યના લાંચ વિરોધી દળે પણ હવે આવા અધિકારીઓેને સકંજામાં લેવા માટે પૂરો પ્રયાસ કર્યો છે. બોટાદમાં GST નો અધિકારી લાંચ લેવા જતા છટકામાં ઝડપાઈ જવા પામ્યો છે. એસીબીની ટીમે વેપારીની ફરિયાદ આધારે છટકાનુ આયોજન ગોઠવતા લાંચીયો અધિકારી ટ્રેપમાં ઝડપાઈ ગયો હતો. આરોપી જીએસટી અધિકારી રીમલ ઠુમ્મરને ઝડપી લઈને તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ Rohit Sharma: રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા, હિટમેને હાંસલ કર્યુ ખાસ મુકામ

બોટાદમાં આવેલા તાલુકા સેવા સદનની કચેરીને જ ભ્રષ્ટાચારની દુકાન બનાવી દીધી હોય એમ અધિકારીએ બિન્દાસ્ત બનીને કચેરીમાં લાંચ સ્વિકારી હતી. લાંચિયા અધિકારીએ એક લાખની માંગણી કરી હતી. જેમાંથી 80 હજાર રુપિયાની રકમ પહેલા જ લઈ લીધી હતી. જોકે વેપારીને લાંચને લઈ મનમાં ખટકતા એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઈ એસીબીએ છટકુ ગોઠવ્યુ હતુ.

લાખ રુપિયાની માંગી હતી લાંચ

રાજ્ય વેરા અધિકારી તરીકે વર્ગ-2 માં ફરજ બજાવતો રિમલ જસવંતભાઈ ઠુમ્મરને લાંચ લેતા છટકામાં એસીબીએ ઝડપ્યો છે. વેપારીની શ્રી રામ એન્ટરપ્રાઈઝ પેઢીને વર્ષ 2020માં એક નોટીસ મળી હતી. ટ્રાન્જેક્શનને લઈ મળેલી નોટીસને લઈ કોઈ કાર્યવાહી નહીં કરવા માટે લાંચની રકમ વેરા અધિકારીએ માંગી હતી. આ માટે લાંચની રકમ એક લાખ રુપિયા માંગતા ફરિયાદી વેપારીએ 80 હજાર રુપિયા અગાઉ જ આપી દીધા હતા. આ માટે બાકીની રકમ 20 હજાર જેટલાની માંગણી થઈ હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જેને લઈ વેપારીએ આખરે એસીબીનો સંપર્ક કર્યો હતો. ભાવનગર એસીબીના વિભાગીય નિયામક બીએલ દેસાઈના સુપરવિઝન હેઠળ બોટાદ એસીબી પીઆઈ આરડી સગરે આ માટેનુ છટકુ ગોઠવ્યુ હતુ. આરોપી જીએસટી અધિકારી વેપારી પાસેથી બાકીની રકમ સંદર્ભે માંગણી કરતો હોવાને લઈ રકમ આપવા માટે અધિકારીએ તેને કચેરીમાં જ બોલાવ્યો હતો. આમ એસીબીએ બોટાદના તાલુકા સેવા સદન ખાતે જ છટકુ ગોઠવ્યુ હતુ. છટકા દરમિયાન આરોપી રિમલ ઠુમરે પંચના લોકોની હાજરીમાં જ લાંચ લેવા અંગેની હેતુલક્ષી વાત ચિતો કરી હતી અને બાદમાં લાંચની રકમને સ્વિકારતા જ રંગે હાથ ઝડપાઈ ગયો હતો. એસીબીએ હવે તેના ઘર અને રહેણાકના સ્થળે પણ તપાસ શરુ કરી છે. તેમજ તેની મિલ્કતો સહિતની વિગતો પણ ચકાસવાની શરુઆત કરી છે.

 

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:45 pm, Tue, 12 September 23

Next Article