TEACHER’S DAY : બોટાદના આ શિક્ષક પાસે 23 ડીગ્રીઓ, અનેક એવોર્ડ મળી ચુક્યા છે

|

Sep 05, 2021 | 8:44 AM

વિદ્યાર્થીઓની મુશ્કેલી સમજવાનો સતત પ્રયત્ન કરી વ્યાકરણ પર 27 પુસ્તકો પણ તેમણે લખ્યા છે. સ્પોર્ટસમાં પણ વિદ્યાર્થીઓને નેશનલ કક્ષાએ પહોંચાડવામાં તેમનો મોટો સહયોગ રહ્યો છે.

BOTAD : શિક્ષક દિન નિમિત્તે એક એવા શિક્ષકની વાત કે જેઓ ખુદે વિવિધ અભ્યાસક્રમોની 23 ડિગ્રી મેળવી છે. તેમજ શિક્ષક તરીકેની કારકિર્દી દરમિયાન અઢળક એવોર્ડસ મેળવ્યા છે. બોટાદની એમ.ડી. શાહ વિદ્યાલયના શિક્ષક જી.બી. મકવાણાનો વિદ્યાર્થીઓની કારકિર્દી બનાવવામાં અમુલ્ય ફાળો રહેલો છે. વિદ્યાર્થીઓની મુશ્કેલી સમજવાનો સતત પ્રયત્ન કરી વ્યાકરણ પર 27 પુસ્તકો પણ તેમણે લખ્યા છે. સ્પોર્ટસમાં પણ વિદ્યાર્થીઓને નેશનલ કક્ષાએ પહોંચાડવામાં તેમનો મોટો સહયોગ રહ્યો છે.

શિક્ષણ ક્ષેત્રે સતત પ્રયત્નશીલ રહેવાના કારણે રાજ્યકક્ષાએ પણ શિક્ષક જી.બી. મકવાણાની નોંધ લેવાઈ છે. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2018, ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે બીજા નંબરના સ્થાન સાથે એવોર્ડ મેળવેલ છે. ઉપરાંત માતૃભાષા શિક્ષક શ્રેષ્ઠ એવોર્ડ, નેશનલ રાષ્ટ્ર પ્રેરણા એવોર્ડ, રાષ્ટ્ર પ્રતિભા એવોર્ડ, ઇન્ટરનેશનલ એજ્યુકેશન એવોર્ડ સહિત અનેક સન્માન તેઓને મળેલા છે. અત્યાર સુધી 65 સન્માન પત્ર, 24 એવોર્ડ અને 84 મોમેન્ટ ટ્રોફી અને મેડલો જી.બી. મકવાણાએ મેળવ્યા છે.

આ પણ વાંચો : Forex Reserves : દેશનું વિદેશી મુદ્રા ભંડાર નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું , ચાલુ સપ્તાહે 17 અબજ ડોલરનો આવ્યો ઉછાળો

 આ પણ વાંચો : Vaccination : 1 કરોડથી વધારે કોરોના રસીના ડોઝ આપનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો મુંબઈ, બનાવ્યો રેકોર્ડ

Next Video