Botad News: મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ સમય અને રૂટ પર વિશેષ ભાડા પર 8 સ્પેશિયલ રેલવે ચાલી રહી છે. આ રેલવે હવે વધારાના ફેરા કરશે, જેથી વધારે યાત્રીઓ તેનો લાાભ લઈ શકે. તો જાણો કઈ રેલવેના ફેરા વધ્યા છે.
આ પણ વાંચો: Botad : સિદ્ધનાથ ભાજીપાઉં રેસ્ટોરેન્ટમાં બની ચોરીની ઘટનાના CCTV આવ્યા સામે, જૂઓ Video
- ગાંધીગ્રામ બોટાદ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09211 છે.
- બોટાદ ગાંધીગ્રામ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09212 છે.
- બોટાદ ધ્રાંગધ્રા સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09213 છે.
- ધ્રાંગધ્રા બોટાદ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09214 છે.
- ગાંધીગ્રામ ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ જે અગાઉ 30 ઓક્ટોબર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 1 જાન્યુઆરી, 2024 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09215 છે.
- ભાવનગર ટર્મિનસ ગાંધીગ્રામ સ્પેશિયલ જે અગાઉ 29 ઓક્ટોબર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09216 છે.
- ભાવનગર ટર્મિનસ ધોળા જંકશન સ્પેશિયલ જે અગાઉ 29 ઓક્ટોબર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09530 છે.
- ધોળા જંકશન ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ જે અગાઉ 30 ઓક્ટોબર, 2023 સુધી તેની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી, તેમાં વધારો કરીને તેને 1 જાન્યુઆરી 2024 સુધી લંબાવામાં આવી છે. આ રેલવેનો નંબર 09529 છે.
મહત્વનું છે કે આ ટ્રેનમાં સમયમાં વધારો કરવામાં આવતા હવે તેનો લાભ મુસાફરોને મળશે અને વેસ્ટર્ન રેલવેએ યાત્રીઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો