Botad: અમેરિકા જવાના વિવાદમાં BAPSના મંદિરમાં જ ખેલાયો ખુની ખેલ, હજારો હરિભક્તોને એક મોટો આંચકો લાગ્યો

બોટાદ (Botad) જિલ્લાના ગઢડામાં સ્વામીનારાયણ ભગવાનનું BAPS સંસ્થાનુ મોટુ મંદિર આવેલુ છે. ત્યારે મંદિરના કોઈ રૂમમાંથી મૃતદેહ મળી આવવાની ઘટનાને લઈને હજારો હરિભક્તોને એક મોટો આંચકો લાગ્યો છે.

Botad: અમેરિકા જવાના વિવાદમાં BAPSના મંદિરમાં જ ખેલાયો ખુની ખેલ, હજારો હરિભક્તોને એક મોટો આંચકો લાગ્યો
Swaminarayan Temple
| Edited By: | Updated on: Aug 20, 2022 | 2:08 PM

બોટાદના (Botad) પ્રસિદ્ધ ગઢડા BAPS મંદિરના એક સેવકના થયેલા શંકાસ્પદ મૃતદેહ (Deadbody) મળવા મામલે મોટો ખુલાસો થયો છે. ગઢડા મંદિરમાં સેવા કરનાર મહેન્દ્રસિંહ રાઠવાએ જ પ્રતાપસિંહ સિંધાની હત્યા કર્યાનું સામે આવ્યું છે. અમેરિકા જવાના વિવાદમાં આ હત્યા થઇ હોવાનું ખુલ્યુ છે. મૃતક અને મારનાર બંને BAPS મંદિરમાં જ સેવા પૂજા કરતા હતા. જે પછી અમેરિકા જવાની બાબતમાં બંને વચ્ચે મનદુખ થયુ હતુ. જે બાદમાં હત્યામાં પરિણમ્યુ હતુ. ત્યારે હવે સમગ્ર મામલાને લઇને પોલીસે મહેન્દ્રસિંહ રાઠવાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મૃતક અને મારનાર બંને મંદિરમાં સેવા આપતા હતા

બોટાદ જિલ્લાના ગઢડામાં સ્વામીનારાયણ ભગવાનનું BAPS સંસ્થાનુ મોટુ મંદિર આવેલુ છે અને તે લાખો લોકોની આસ્થાનું સૌથી મોટુ કેન્દ્ર છે. ત્યારે મંદિરના કોઈ રૂમમાંથી મૃતદેહ મળી આવવાની ઘટનાને લઈને હજારો હરિભક્તોને એક મોટો આંચકો લાગ્યો છે. અહીં મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી પૂજારી તરીકે સેવા બજાવતા પ્રતાપસિંહ સિંધાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. મંદિરના પટાંગણમાં આવેલા તેમના રૂમમાંથી જ આ મૃતદેહ મળ્યો હતો.

અમેરિકા જવાના વિવાદમાં હત્યા

ગઢડા મંદિરમાં સેવા કરનાર મહેન્દ્રસિંહ રાઠવાએ જ પ્રતાપસિંહ સિંધાની હત્યા કર્યાનું સામે આવ્યું છે. મહેન્દ્રસિંહ રાઠવા અને પ્રતાપસિંહ સિંધા બંને BAPS મંદિરમાં જ સેવા પૂજા કરતા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા મહેન્દ્રસિંહને અમેરિકા BAPS મંદિરમાં કામે મોકલાના હતા. જો કે પ્રતાપસિંહે તેના દીકરાને અમેરિકા મોકલવાની ભલામણ કરી હતી. જે પછી મહેન્દ્રસિંહ રાઠવા અને પ્રતાપસિંહ સિંધા વચ્ચે મનદુઃખ થયું હતુ. જેથી ઉશ્કેરાયેલા મહેન્દ્રસિંહ રાઠવાએ જ પ્રતાપસિંહની હત્યાને અંજામ આપ્યો હતો. એક પાઇપ વડે પ્રતાપસિંગ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે ગઢડા મંદિરના ઉતારા વિભાગમાં કામ કરતા પ્રેમજી ગોળકીયાએ મહેન્દ્રસિંહ રાઠવા સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે મહેન્દ્રસિંહ રાઠવાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મંદિરમાંથી મૃતેદહ મળતા પોલીસ થઈ હતી દોડતી

મહત્વનું છે કે ઘટનાને પગલે બોટાદ જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જેમા જિલ્લાના DYSPથી લઈને LCB, SOG અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને હત્યા પાછળના કારણમાં અમેરિકા કનેક્શન હોવાનું જાણવા મળ્યુ છે. જો કે આરોપી મહેન્દ્રસિંહ રાઠવાની ધરપકડ બાદ સમગ્ર મામલે વધુ ખુલાસો થવાની શક્યતા છે.

 

Published On - 1:03 pm, Sat, 20 August 22