રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટાદમાં જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી કરતા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. બોટાદના ત્રિકોણીય ખોડિયાર ગ્રાઉન્ડ ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રાઉન્ડમાં પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્વિટ સંદેશ દ્વારા પણ નાગરિકોને પ્રજાસતાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી
સૌ નાગરિકોને 74માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા..!
આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓ દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ. pic.twitter.com/2ytMwbL6gt
— CMO Gujarat (@CMOGuj) January 26, 2023
गणतंत्र पर्व का राज्य स्तरीय समारोह बोटाद में आयोजित किया जा रहा है। आज गणतंत्र दिवस की पूर्वसंध्या पर बोटाद में ‘एटहोम’ कार्यक्रम हुआ।
मुख्यमंत्री श्री भुपेन्द्रभाई पटेल की उपस्थिति में महानुभावों से बातचीत में कहा कि बोटाद आज विकास की नयी राह पर आगे बढ़ रहा है। pic.twitter.com/EkQfIhMbRL— Acharya Devvrat (@ADevvrat) January 25, 2023
પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો ‘ધન્ય ધરા બોટાદ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ G20 કાર્યક્રમ અંતર્ગત ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્ર સાથેના સ્વાગત ગીત અને બોટાદ ગીતે બોટાદવાસીઓને ઘેલા કર્યાં હતા. G20 કાર્યક્રમ અંતર્ગત ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્ર સાથેનું સ્વાગત ગીત, બોટાદની શાન એવા ટાવર ચોક અને ઘડિયાળના પાત્રો આધારિત વર્ણન, બોટાદ ગીત, પાંડવ – ભીમનાથ કૃતિ, ખોડીયાર ગરબો, ગઢડા – એભલ ખાચર કૃતિ, કષ્ટભંજન દેવ અને હનુમાન ચાલીસા કૃતિઓ, મેઘાણી કોર્ટ એપિસોડ, મીઠે નર ફાટે અને જનનીની જોડ જેવી આબેહૂબ દ્ર્શ્ય શ્રાવ્ય કૃતિઓથી ભરેલા આ કાર્યક્રમે બોટાદવાસીઓને બોટાદના ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી અવગત કરાવ્યા હતા.
Published On - 9:55 am, Thu, 26 January 23