ઝેરી દારૂકાંડમાં 43નો ભોગ લેવાયો, બીજી તરફ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસની કરી પ્રશંસા !

25 જુલાઈએ શરૂ થયેલી લઠ્ઠાકાંડની આગ હજુ પણ યથાવત છે, અત્યાર સુધીમાં 43 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે હજુ 97 લોકો સારવાર હેઠળ છે.

ઝેરી દારૂકાંડમાં 43નો ભોગ લેવાયો, બીજી તરફ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસની કરી પ્રશંસા !
Botad hooch tragedy
| Edited By: | Updated on: Jul 28, 2022 | 8:56 AM

બોટાદ ઝેરી દારૂકાંડમાં (Boatd hooch tragedy) અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.હજુ પણ અનેક લોકો હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે બીજી બાજુઆ ઝેરી દારૂકાંડને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh sanghavi) કહ્યું, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં (Fast track court) કેસ ચલાવાશે.અને પોલીસ તરફથી 10 દિવસમાં આ કેસને લઈને ચાર્જશીટ દાખલ કરશે.તો રોજીદ ગામના (rojid village) સરપંચના પત્ર મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, સરપંચના પત્ર બાદ છ વખત પોલીસે જે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી બુટલેગરો મિથેનોલ લાવવા મજબૂર બન્યા હતા.

અત્યાર સુધી દારૂના અડ્ડા ધમધમ્યા !

સાથે જ  ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.કહ્યું, કોઇ પણ દૂષણને ડામવા માટે સરકાર કટિબદ્ધ છે. દરેક ગામોમાં પોલીસ કડક પગલા ભરવા માંગે છે.સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ (Botad Police) સતત કાર્યવાહી કરી રહી છે.અત્યાર સુધીમાં 15 આરોપીઓને પકડી પાડ્યા છે.આ ઘટનામાં ગુજરાતના વોંટેડ બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે.તેમજ દારૂ પીવાની ટેવ ધરાવતા કોઇ પણ વ્યક્તિનું બોટાદમાં(Botad)  મૃત્યુ થાય તો સરકારનું ધ્યાન દોરવાની પણ તેઓએ અપીલ કરી હતી.

Published On - 8:17 am, Thu, 28 July 22