Gir Somnath: અભિનેતા અક્ષય કુમાર પહોંચ્યા સોમનાથ મહાદેવના દર્શને, મંદિર ખાતે કરી પૂજા અર્ચના

|

May 31, 2022 | 4:05 PM

ફિલ્મસ્ટાર અક્ષય કુમાર સોમનાથ પહોંચ્યા છે. મહત્વનું છે કે, તેઓ પોતાની આગામી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વિરાજ'ના પ્રમોશન માટે આવ્યા છે.

Gir Somnath: અભિનેતા અક્ષય કુમાર પહોંચ્યા સોમનાથ મહાદેવના દર્શને, મંદિર ખાતે કરી પૂજા અર્ચના

Follow us on

Gir Somnath: ફિલ્મસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) સોમનાથ પહોંચ્યા છે. મહત્વનું છે કે, તેઓ પોતાની આગામી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વિરાજ’ (Samrat Prithviraj)ના પ્રમોશન માટે આવ્યા છે. સોમનાથ મહાદેવનાં આશિર્વાદ લીધા અને પૂજા અર્ચના કરી હતી. તેઓ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ આવી પહોંચ્યા હતા જ્યાં હેલિપેડ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અક્ષય કુમાર અને આ ફિલ્મમાં તેમની સાથેની અભિનેત્રી માનુષી છિલ્લરે પણ સાથે ઉપસ્થિત રહિ હતી.

મહત્વનું છે કે આ ફિલ્મ 3 જૂનનાં રોજ રિલીઝ થઈ રહિ છે. શ્રી રાજપૂત કરણી સેનાના વકીલ રાઘવેન્દ્ર મેહરોત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં ફિલ્મનું નામ બદલવાની વાત કરવામાં આવી હતી. ઘણી મીટિંગો અને નોટિસો પછી યશ રાજ ફિલ્મ્સના નિર્માતાઓએ બાળકોને ધ્યાનમાં રાખીને અને રાજપૂત સમુદાયની માગને ધ્યાનમાં રાખીને 27 મેના રોજ ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું નામ બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરી દીધું છે. શ્રી રાજપૂત કરણી સેનાની માગ બાદ આ ફિલ્મના ટાઇટલમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

યશ રાજ ફિલ્મ્સે શ્રી રાજપૂત કરણી સેનાને પત્ર લખ્યો હતો

યશ રાજ ફિલ્મ્સે શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખને લખેલા સત્તાવાર પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેઓ ‘પૃથ્વીરાજ’ના ટાઈટલ પર સ્ટેન્ડ લઈ રહ્યા છે જેને બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરવામાં આવ્યું છે. પત્ર મુજબ, પ્રિય સર, અમે, યશ રાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ, જે વર્ષ 1970 થી એક અગ્રણી પ્રોડક્શન હાઉસ અને વિતરણ કંપની છે, તે ભારતના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોમાંના એક તરીકે સતત વિકાસ કરી રહી છે. અમે ભારતીય સિનેમાના ઈતિહાસમાં કેટલીક શ્રેષ્ઠ આઇકોનિક ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને મનોરંજન ઉદ્યોગમાં 50 વર્ષની સદ્ભાવના છે. અમે લોકોના મનોરંજન માટે સતત સામગ્રીનું પ્રોડ્યૂસ અને નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

Published On - 4:04 pm, Tue, 31 May 22

Next Article