Vapi Nagarpalika Election: વાપી નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ છે. આ પરિણામમાં ભાજપ માટે સારા સમાચાર છે. વાપી નગરપાલિકા પર ભાજપે કબ્જો જમાવ્યો છે. કુલ 44 બેઠકમાંથી 37 બેઠક પર ભાજપનો વિજય થયો છે. 44 બેઠકમાંથી કોંગ્રેસે 7 બેઠક મેળવી હતી. વોર્ડ નં.6માં કોંગ્રેસની આખી પેનલનો વિજય થયો છે. વોર્ડ નં.5માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો છે.
વોર્ડ નંબર-2 અને 8 માં ભાજપના પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર-1 અને વોર્ડ નંબર-7માં પણ ભાજપની પેનલે જીત મેળવી લીધી છે. તો લેટેસ્ટ માહિતી પ્રમાણે વોર્ડ નંબર 4 અને 10 માં પણ ભાજપ પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 1,2,3,7,8,9, માં ભારતીય જનતા પાર્ટીની પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હોવાની માહિતી સામે આવી છે. મહત્વનું છે કે, વાપીના 11 વોર્ડની કુલ 44માંથી 43 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેની મતગણતરી આજે થઇ હતી.
મહત્વનું છે કે વાપીના 11 વોર્ડની કુલ 44 માંથી 43 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં 109 ઉમેદવારો ચૂંટણી મેદાને હતા. 1 બેઠક પર ભાજપ ચૂંટણી પહેલા જ બિનહરીફ થયું હતું. ચૂંટણી બાદ ભાજપ (BJP) તમામ બેઠકો જીત મેળવી કોંગ્રેસનો વ્હાઇટ વોશ કરશે તેવો દાવો કરી રહ્યું હતું. તો કોંગ્રેસ (Congress) પણ સામે પક્ષે જીત મેળવશે તેવો દાવો કરી રહ્યું હતું. તો પ્રથમ વખત આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવારો પણ મેદાનમાં હતું.
જણાવી દઈએ એક વાપી નગરપાલિકાની ચૂંટણી (Election) માટે 28 નવેમ્બરે શાંતિપુર્ણ માહોલમાં મતદાન પૂ્ર્ણ થયું હતું. તો પાંચ વાગ્યા સુધીમાં અંદાજે 55 ટકા મતદાન થયુ હતું. આ દમિયાન 129 બુથો પરથી મતદાન યોજાયુ હતુ. જેમાં 28 બુથો સંવેદનશીલ હોવાથી શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો.
Published On - 2:37 pm, Tue, 30 November 21