યુપી સહિત અન્ય રાજ્યમાં જીત હાંસલ કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ ભાજપ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવશેઃ સી.આર.પાટીલ

|

Mar 16, 2022 | 1:17 PM

પોતાના જન્મદિવસે સી. આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું આવનારા ઇલેકશનમાં ભાજપની ભવ્ય જીત મળે જીત બાદ ફરીથી સતા પર આવીને લોકોની સેવા કરે અને છેવાડા માનવી જરૂરિયાતી પુરી થાય તેવો સંકલ્પ છે.

યુપી સહિત અન્ય રાજ્યમાં જીત હાંસલ કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ ભાજપ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવશેઃ સી.આર.પાટીલ
જન્મ દિવસે સીઆર પાટીલે સંકલ્પ કર્યો

Follow us on

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R. Patil) ની જન્મ દિવસ છે ત્યારે સૌ કોઈ નેતા અને કાર્યકરો જન્મદિવસ (Birthday) થી શુભકામના આપવા માટે સોશિયલ સર્કલ સ્થિત આવેલ સી.આર. પાટીલની ઓફિસ પર પહોંચી રહ્યા છે સવારથી લોકો લોકો સી આર પાટીલના ધરે પણ શુભેચ્છા આપવા માટે આવી રહ્યા છે ત્યારે સી.આર પાટીલના જન્મ દિવસ નિમિત્તે પોતે લોકો માટે એક સંકલ્પ લીધો છે.જે રીતે યુપી સહિત અન્ય રાજ્યમાં જીત હાંસલ કરી છે તે જ રીતે ગુજરાત (Gujarat)  રાજ્યમાં પણ ભાજપ (BJP) બહુમતી સાથે ફરીથી સરકાર (government) બનાવશે તેવો સંકલ્પ લીધો છે.

સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું આવનારા ઇલેકશનમાં ભાજપની ભવ્ય જીત મળે જીત બાદ ફરીથી સતા પર આવીને લોકોની સેવા કરે અને છેવાડા માનવી જરૂરિયાતી પુરી થાય તેવો સંકલ્પ છે. વધુમાં કહ્યું હતું અમારા કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતમાં વિવિધ જગ્યા વિવધ કાર્યકામો નું અયોજન કયું છે વધુમાં કહ્યું હતું આજે ભાજપ દવારા કુપોષણમાંથી સુપોષણની યોજના લોન્ચ કરાશે.અને આખા ગુજરાતમાં આ લાગુ કરવામાં આવશે

આ સાથે સી આર પાટીલના જન્મ દિવસને લઈ સુરત વિવિધ સેવાકીય કર્યો થઈ રહ્યા છે શહેરના તમામ 30 વોર્ડમાં સુપોષણ ,સફાઈ તથા રક્તદાન શિબિર યોજાશે.શિક્ષણ સમિતિની શાળાના 108 પ્રતિભાશાળી છાત્રોને સ્કોલરશીપ અપાશે. કતારગામ પાટીદાર સમાજની વાડીમાં સી આર પાટીલની કરાશે રક્તતુલા.નર્મદ યુનિવર્સિટીના એકસાથે 1.68 લાખ વિદ્યાર્થીઓના લેવાશે અકસ્માત વીમા. અને બાદમાં સુરત ભાજપ કાર્યાલય ખાતે સી આર પાટીલના જન્મદિવસને થશે ગાયત્રી યજ્ઞ.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

જ્યારે ગુજરાત રાજયના મુખ મત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વિડીયો કોલિંગ કરી અને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી.આમતો ગુજરાતમાં વડા પ્રધાન આવ્યા ત્યારે થી અણસાર આવી રહ્યા છે કે ગુજરાતમાં ઇલેક્શન માટે ની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કારણ કે જે રીતે રોડ શો અને માહોલ હતો તે પ્રમાણે જ્યારે બીજી બાજુ પણ બીજી પાર્ટીઓ પણ પોતાની રાજકીય કાર્યક્રમો શરૂ કરી રહ્યા છે.સી આર પાટીલનો પહેલેથી સંકલ્પ છે કે 150 થી વધુ લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે.ગુજરાતમાં ભાજપ ની ભવ્ય જીત માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચોઃ નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે ! , 20 થી 30 માર્ચની વચ્ચે સત્તાવાર જાહેરાત કરી શકે

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે

Next Article