ભાજપે દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મહેશ ગાવિતને ટીકીટ આપી

ભાજપે દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મહેશ ગાવિતને ટીકીટ આપી

| Edited By: | Updated on: Oct 07, 2021 | 11:37 AM

ભાજપે દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મહેશ ગાવિતને ટીકીટ આપી

ભાજપના પાર્લામેન્ટરી બોર્ડે આગામી લોકસભા અને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે . જેમાં દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મહેશ ગાવિતને ટીકીટ આપી છે.

ઉલ્લેખનીય છે કે, 28 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 14 રાજ્યોની ત્રણ લોકસભા અને 30 વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં 30 ઓક્ટોબરે મતદાન યોજાશે તેમજ 2 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં લોકસભા બેઠક માટેની પેટા ચુંટણી યોજાશે.

જયારે આંધ્રપ્રદેશમાં 1 , આસામ -5, બિહાર-2 , હરિયાણા 1. હિમાચલ પ્રદેશમાં 3, કર્ણાટક 2, મધ્ય પ્રદેશમાં 3, મહારાષ્ટ્ર 1, મેઘાલયમાં 3, મિઝોરમમાં – 1, નાગાલેંડ -1 , રાજસ્થાનમાં 2, તેલંગાનામાં 1 ,પશ્ચિમ બંગાળમાં 4 બેઠકો પર મતદાન યોજાશે.

આ પણ વાંચો : પીએમ મોદીએ 20 વર્ષમાં દેશ અને લોકોની પ્રગતિ માટે રાત-દિવસ પરિશ્રમ કર્યો : અમિત શાહ

આ પણ વાંચો : વડોદરા ગોત્રી રેપકાંડના આરોપી અશોક જૈનને પાલીતાણાથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

Published on: Oct 07, 2021 10:19 AM