ભાજપના અભિવક્તાના બહાને કિશનસિંહ સોલંકીએ વોચમેનને બેરહેમીથી માર માર્યો

|

Jan 18, 2020 | 2:37 PM

ભાજપના નેતાનો અહંકાર નાની એવી વાતમાં પણ છલકાતો દેખાઈ રહ્યો છે. વસ્ત્રાપુરમાં ભાજપના અભિવક્તા હોવાનું કહીને નેતા કિશનસિંહ સોલંકીએ ગાડી સરખી રીતે પાર્ક કરવાનું કહેતાં વોચમેનને બેરહેમીથી ફટકાર્યો હતો. વાત વસ્ત્રાપુરમાં આવેલી પંચમ સોસાયટીની છે. જ્યાં મૂળ યુપીના રહેવાસી એવા રાજાબક્ષ ચૌહાણ વોચમેન તરીકે પોતાની ફરજ નિભાવે છે.  દરમિયાન શુક્રવારે સાંજે સોસાયટીના ગેટ પાસે […]

ભાજપના અભિવક્તાના બહાને કિશનસિંહ સોલંકીએ વોચમેનને બેરહેમીથી માર માર્યો

Follow us on

ભાજપના નેતાનો અહંકાર નાની એવી વાતમાં પણ છલકાતો દેખાઈ રહ્યો છે. વસ્ત્રાપુરમાં ભાજપના અભિવક્તા હોવાનું કહીને નેતા કિશનસિંહ સોલંકીએ ગાડી સરખી રીતે પાર્ક કરવાનું કહેતાં વોચમેનને બેરહેમીથી ફટકાર્યો હતો. વાત વસ્ત્રાપુરમાં આવેલી પંચમ સોસાયટીની છે. જ્યાં મૂળ યુપીના રહેવાસી એવા રાજાબક્ષ ચૌહાણ વોચમેન તરીકે પોતાની ફરજ નિભાવે છે.

દરમિયાન શુક્રવારે સાંજે સોસાયટીના ગેટ પાસે એક શખ્સએ પોતાની ગાડી લોકોને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરી હતી. જેથી પોતાની ફરજ મુજબ રાજાબક્ષે ગાડીને સાઈડમાં પાર્ક કરવાનું કહ્યું એ સાથે જ કિશનસિંહનો પિત્તો છટક્યો હતો. અને ‘તું ગાડી કોને હટાવવાનું કહે છે? હું ભાજપનો અભિવકતા છું’ એમ કહીને પોતાની સાથે ગાડીમાંથી ઉતરેલા શખ્સ સાથે મળીને વોચમેનને ઢોરમાર માર્યો હતો.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

આ પણ વાંચોઃ ગુજરાતી ગાયક જીગ્નેશ કવિરાજના નામનું નકલી ફેસબુક ID બનાવનારા આરોપીની ધરપકડ

સાવ સામાન્ય કારણમાં ગુસ્સે ભરાયેલા કિશનસિંહ અને બીજા શખ્સે વોચમેનને ધુત્કારી નાખતા કહ્યું કે તું યુ.પીનો ભિખારી છે અને બે પૈસાની નોકરી કરે છે. અહીં ગુજરાતમાં કોઈ ગાડીચાલકને ગાડી હટાવવાનું કહેવાનું નહીં. એમ કહીને વોચમેન રાજાબક્ષને ફરીથી ફટકાર્યો હતો. દરમિયાન સોસાયટીના લોકોએ વચ્ચે પડી વોચમેનને છોડાવ્યો હતો અને ત્યારબાદ બંને ત્યાંથી જતા રહ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મળતી વિગતો પ્રમાણે એકાદ કલાક પછી બંને પરત આવ્યા હતા અને કિશનસિંહે સોસાયટીના ચેરમેનને પણ ધમકી આપતાં કહ્યું હતું કે હું ગુજરાત ભાજપનો અભિવક્તા છું અને તારા જેવા 500 ચેરમેનને ખિસ્સામાં લઈને ફરું છું. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article