Vadodaraમાં ભાજપે મેયર પદની પસંદગી માટે કવાયત હાથ ધરી, આ નામો છે ચર્ચામાં

|

Feb 24, 2021 | 9:28 PM

Vadodara મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિને લઈને મંથન શરૂ થઈ ગયું છે. મેયરના તાજને લઈને અટકળો પણ શરૂ થઈ ગઈ છે.

Vadodara મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિને લઈને મંથન શરૂ થઈ ગયું છે. મેયરના તાજને લઈને અટકળો પણ શરૂ થઈ ગઈ છે. વડોદરાના નવા મેયર પદે બિન વિવાદસ્પદ અને અનુભવી ચહેરો કોઈ હોય તો તે છે ડૉ.હિતેન્દ્ર પટેલ. જેઓ બે ટર્મ પૂર્વ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

 

 

જ્યારે વોર્ડ નંબર-3માંથી ચૂંટાયેલા અને પંચમહાલ જિલ્લા ભાજપના પ્રભારી પરાક્રમસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત Vadodara મેયર પદ માટે વોર્ડ નંબર-8માંથી ચૂંટાયેલા કેયુર રોકડીયાનું, જેઓ શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને છેલ્લે FRCમાં મેમ્બર પદે રહીને બેફામ ફી વસુલતી શાળાઓને દંડવાની કામગીરી કરી વધુ ચર્ચામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: રાજકોટમાં CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું ભાજપ માટે સત્તાએ સેવાનું સાધન

Next Video