ઉનાવા APMC માં તમામ બેઠકો પર ભગવો લહેરાયો, APMC ના ચેરમેન ભીખા પટેલ હાર્યા

|

Oct 07, 2021 | 9:38 PM

મહેસાણાની ઉનાવા APMC માં ભાજપનો ભગવો લહેરાયો છે. ખેડૂત વિભાગ અને વેપારી વિભાગની તમામ બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારોએ મેદાન માર્યું છે.

મહેસાણાની ઉનાવા APMC માં ભાજપનો ભગવો લહેરાયો છે. ખેડૂત વિભાગ અને વેપારી વિભાગની તમામ બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારોએ મેદાન માર્યું છે. ખેડૂત વિભાગમાં કુલ 153 સભાસદોએ મતદાન કર્યું હતું. જ્યારે વેપારી વિભાગમાં 561 સભાસદ મતદારોએ મતદાન કર્યું હતું. જોકે APMC ના ચેરમેન ભીખા પટેલની હાર થઇ હતી. એટલું જ નહીં રિકાઉન્ટિંગમાં પણ ભીખા પટેલની 2 મતોથી હાર થઇ હતી.

મહેસાણાની ઉનાવા APMC ની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન હારતા, ઉંઝાના ધારાસભ્ય અને ઉંઝા APMC ના ચેરમેન પર કોંગ્રેસની પેનલને જીતાડવાના આરોપો લાગ્યા હતા. તો જીતેલી પેનલના સુરેશ પટેલે આ આરોપો નકાર્યા હતા. અને ભાજપની તમામ પેનલના વિજયનો દાવો કર્યો હતો.

તમને જણાવી દઈએ કે મહેસાણાની ઉનાવા APMC ની ચૂંટણી યોજાઈ હતી. આ APMC ની ચૂંટણીમાં 17 ઉમેદવાર મેદાને હતા. યાર્ડની ચૂંટણીમાં મતદારની વાત કરીએ તો કૂલ 784 મતદારો છે. જેમાંથી ખેડૂત વિભાગમાં કુલ 153 સભાસદોએ મતદાન કર્યું. જ્યારે વેપારી વિભાગમાં 561 સભાસદ મતદારોએ મતદાન કર્યું હતું. જેના પરિણામમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.

 

આ પણ વાંચો: સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે 4 ટકા અનામત અંગે મહત્વનો ચુકાદો: જાણો શું કહ્યું હાઈકોર્ટે 

આ પણ વાંચો: વાલીઓનો વિરોધ: ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવા મુદ્દે વાલીઓએ કર્યો વિરોધ, સરકાર કરી રહી છે વિચારણા

આ પણ વાંચો: કંસારા શુદ્ધિકરણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને વિવાદ: 1500 મકાન ખાલી કરવાની નોટિસ મળતા વિરોધની આગ ભભૂકી

Next Video