Gujarat BJP list: ભાજપે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જાણો કયા ચહેરાઓને ક્યાંથી સ્થાન અપાયુ

|

Nov 12, 2022 | 10:32 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 6માંથી 2 મહિલા ઉમેદવારો છે. આ સાથે મહિલા ઉમેદવારોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે.

Gujarat BJP list: ભાજપે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જાણો કયા ચહેરાઓને ક્યાંથી સ્થાન અપાયુ
ભાજપની બીજી યાદી જાહેર

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને દરેક પક્ષોએ પ્રચાર પ્રસારનો ધમધમાટ ચલાવ્યો છે. દરેક રાજકીય પક્ષોએ તેમના કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.  હવે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 6માંથી 2 મહિલા ઉમેદવારો છે. આ સાથે મહિલા ઉમેદવારોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે. 160ની પ્રથમ યાદીમાં 14 મહિલાઓને સ્થાન મળ્યું છે.જાણો આ છ ઉમેદવારોને ભાજપે કયા ઉમેદવારોને કયાં સ્થાન આપ્યુ છે.

ગુજરાત ઇલેકશન 2022 : ગુજરાત ભાજપે જાહેર કરેલા નામ

  1. ધોરાજી – મહેન્દ્રભાઈ પાડલીયા
  2. ખંભાળિયા-  મુળુ બેરા
  3. કુતિયાણા-  ઢેલીબેન માધાભાઈ ઓડેદરા
  4. ભાવનગર પૂર્વ- સેજલ રાજીવકુમાર પંડ્યા
  5. દેડિયાપાડા (ST)- હિતેશ દેવજી વસાવા
  6. ચોર્યાસી- સંદીપ દેસાઈ

ગુજરાત ઇલેકશન 2022 :નવા ચહેરાઓ પાછળ ભાજપનું શું છે સમીકરણ ?

ભાજપ દ્વારા જે છ બેઠકના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી કુતિયાણા બેઠકને બાદ કરતા તમામ પર નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ચોર્યાસી બેઠક પર ઝંખના પટેલની ટિકિટ કપાઇ છે.તેની સ્થાને સંદીપ દેસાઇને ટિકિટ અપાઇ છે. ભાવનગર પૂર્વથી વિભાવરી દવેની ટિકિટ કપાઇ છે. તેમના સ્થાને સેજલ પંડ્યાને ટિકિટ આપવામાં આવી છે. જો કે આ બેઠક પર જાતિગત સમીકરણનું પુનરાવર્તન કરવામાં આવ્યુ છે કેમ કે ગત વિધાનસભા ચૂંટણીમાં પણ મહિલા બ્રાહ્મણને ટિકિટ અપાઇ હતી. તો આ ચૂંટણીમાં પણ મહિલા બ્રાહ્મણને ટિકિટ અપાઇ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગુજરાત ઇલેકશન 2022 : કુતિયાણા બેઠક પર આશ્ચર્યજનક ફેક્ટર

તો કુતિયાણા બેઠક પર આશ્ચર્યજનક ફેક્ટર સામે આવ્યુ છે. આ બેઠક પર પહેલા રમેશ ઓડેદરાનું નામ ચાલતુ હતુ. જો કે હવે મહિલા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર NCPમાંથી કાંધલ જાડેજા ચૂંટણી લડતા હોય છે. કાંધલ જાડેજાનું રાજ્યસભાની ચૂંટણી હોય કે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય તેમનું ભાજપ તરફી વલણ રહેતુ હોય છે. ત્યારે ભાજપે આ વખતી મહિલા ઉમેદવારને આ મેદાનમાં ઉતાર્યુ છે. ત્યારે હવે આ બેઠક પર જે ટફ ફાઇટ હતી તે હવે એકતરફી થઇ ગઇ છે. આ બેઠક પરનું સમીકરણ હવે ખૂબ જ રસપ્રદ બની રહેશે.

16 બેઠકો પર હજુ પણ પેચ ફસાયેલો છે. ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકોમાંથી ચાર બેઠક એવી છે કે જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે. ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ તરીકે ગૃહપ્રધાન અમિત શાહની સીધી જ નજર આ બેઠક પર રહેલી છે. મળતી માહિતી મુજબ, શાહના ગઢમાં આવતી એકપણ બેઠક પર હારનો સામનો ના કરવો પડે તે પ્રકારની રણનીતિ ઘડીને ઉમેદવાર જાહેર કરવા માટે ચર્ચા ચાલી રહી છે. ગાંધીનગર લોકસભામાં આવતી ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, કલોલ અને માણસા જેવી વિધાનસભા બેઠક ઉપર હજુ પણ દાવેદારોના નામ પર ચર્ચા થઈ રહી છે. ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ સ્થાનિક ભાજપના આગેવાનોએ ઉમેદવાર સ્થાનિક હોય તેવી માંગ શરૂ કરી છે, ત્યારે સાંસદના મત વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ગાબડું ન પડે અને જીતે તેવા જ ઉમેદવારને ટિકિટ આપવાની ચર્ચા થઈ રહી છે…આતરફ ખેરાલુ, પાટણ, રાધનપુર, હિંમતનગર જેવી બેઠકો પર પણ ઉમેદવારોની જાહેરાત બાકી છે.

 

Published On - 9:33 am, Sat, 12 November 22

Next Article