Breaking News : ફરજીયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અંગેનું બિલ વિધાનસભામાં સર્વાનુંમતે પાસ, કોંગ્રેસ અને AAPએ પણ બિલને આપ્યો ટેકો

|

Feb 28, 2023 | 3:11 PM

ફરજીયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અંગેનું બિલ વિધાનસભામાં સર્વાનુમતી સાથે પાસ થયુ છે. કોંગ્રેસ અને AAP એ પણ ફરજીયાત ગુજરાતી શિક્ષણ બિલને ટેકો આપ્યો છે. ધોરણ 1 થી 8 ની શાળાઓએ ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવાનો રહેશે.

Breaking News : ફરજીયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અંગેનું બિલ વિધાનસભામાં સર્વાનુંમતે પાસ, કોંગ્રેસ અને AAPએ પણ બિલને આપ્યો ટેકો

Follow us on

હવેથી જો તમારા બાળકોએ ગુજરાતમાં ભણવું હશે તો ફરજીયાત ગુજરાતી ભાષા ભણવી પડશે. ફરજીયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અંગેનું બિલ વિધાનસભામાં સર્વાનુમતી સાથે પાસ થયુ છે. કોંગ્રેસ અને AAP એ પણ ફરજીયાત ગુજરાતી શિક્ષણ બિલને ટેકો આપ્યો છે. ધોરણ 1 થી 8 ની શાળાઓએ ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવાનો રહેશે. હવેથી કોઇપણ બોર્ડ હોય તમામ બોર્ડની શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવું ફરજીયાત રહેેશે. તો જે શાળામાં ગુજરાતી નહીં ભણાવવામાં આવે તેમની સામે કાર્યવાહી કરવા સુધીની જોગવાઇ આ બિલમાં કરવામાં આવી છે.

રાજ્ય શિક્ષણ પ્રધાને ગૃહમાં રજૂ કર્યુ બિલ

રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર વિધાનસભા ગૃહમાં ફરજીયાત ગુજરાતી ભાષામાં શિક્ષણ અને અભ્યાસ બાબતનું બિલ રજૂ કરાયું. જે અંતર્ગત ગુજરાતભરની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ફરજીયાત ભણાવવું પડશે. રાજ્યમાં ચાલતી દરેક બોર્ડ સ્કૂલોને આ નિયમ લાગુ પડશે.  2023-24ના શૈક્ષણિક વર્ષથી ફરજિયાત ગુજરાતીનો નવો કાયદો લાગુ થશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

આ બિલ પ્રમાણે ગુજરાતીને વધારાની ભાષા તરીકે ભણાવવા સરકારે ઠરાવેલા પુસ્તકોનું અનુકરણ કરવુ પડશે. જો કોઈ વ્યાજબી કારણો હશે તો લેખિત વિનંતીના આધારે મુક્તિ અપાશે. જો કોઈ પણ શાળા ગુજરાતી નહીં ભણાવે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે સરકાર દ્વારા શાળાઓને ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ પણ કેટલીક શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ હવે વિધાનસભામાં બિલ પસાર થયા બાદ આ મુદ્દે કાયદો બની જશે અને ગુજરાતી નહીં ભણાવનારી શાળાઓ સામે કાર્યવાહી કરાશે.

 જાણો શું છે કાયદો

ગુજરાતીમાં ફરજીયાત અભ્યાસ અંગેના બિલમાં અનેક મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ વખત નિયમનો ભંગ કરનારી શાળાઓને 50 હજારનો દંડ ફટકારવામાં આવશે. બીજી વખત નિયમનો ભંગ કરવામાં આવશે તો 1 લાખનો દંડ કરવામાં આવશે. ત્રીજી વખત નિયમનો ભંગ થશે તો શાળાને 2 લાખનો દંડ કરાશે અને જો ત્રણથી વધુ વખત નિયમોનો ભંગ કરવામાં આવશે તો જે-તે શૈક્ષણિક સંસ્થાની માન્યતા જ રદ્દ કરવામાં આવશે.

Published On - 2:49 pm, Tue, 28 February 23

Next Article