ગુજરાતમાં ડોકટરોની હડતાળને લઇને સામે મોટા સમાચાર

ગુજરાતમાં ગુરુવારથી શરૂ થનારી ડોકટરોની હડતાળને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ડોકટરોએ એક દિવસમાં માટે હડતાળ મોકુફ રાખવાની જાહેરાત કરી છે.

ગુજરાતમાં ડોકટરોની હડતાળને લઇને સામે મોટા સમાચાર
Gujarat Doctor Strike postpone (Representative Image)
| Edited By: | Updated on: Jan 20, 2022 | 11:38 AM

ગુજરાતમાં(Gujarat)  ગુરુવારથી શરૂ થનારી ડોકટરોની હડતાળને(Doctors Strike)  લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ડોકટરોએ એક દિવસમાં માટે હડતાળ મોકુફ(Postpone)  રાખવાની જાહેરાત કરી છે. તેમજ તેના બદલે ડોકટરોનું ડેલિગેશન આજે આરોગ્ય મંત્રી અને હેલ્થ સચિવને મળશે. તેમજ તેમના પડતર મુદ્દાઑ અંગે ચર્ચા કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના સરકારી તબીબો 20 જાન્યુઆરીથી અનિશ્ચિત મુદતની હડતાળ કરવાના હતા. જેમાં કાયમી ભરતી, પેન્શન યોજના સહિતની 12 માગણીઓ સાથે સરકારી તબીબો હડતાળ પર ઉતરી જશે. રાજ્યના 10 હજાર તબીબો હડતાળ પર જાય તેવી શકયતા છે. હડતાળને કારણે ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ ખોરવાનો ભય હતો. જેમાં અનેક રજૂઆત છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તબીબો હડતાળ કરશે. નોંધનીય છેકે કોરોના મહામારી વચ્ચે તબીબોની હડતાળ અનેક સમસ્યાઓ ઉભી કરે છે. અને, વિકટ પરિસ્થિતિમાં તબીબોની હડતાળને કારણે દર્દીઓ પરેશાન થાય છે.

આ તરફ સરકારી તબીબોની માગણીઓ મુદ્દે આરોગ્ય પ્રધાને મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી છે. ચર્ચા બાદ સીએમએ ત્રણ પ્રધાનોની પેટા કમિટીની રચના કરી છે. આ કમિટીએ તબીબોની એડ હોક સેવા નિયમિત કરવા, પગાર સહિતની માંગણીઓ પર અહેવાલ આપ્યો હતો.તબીબોની લાગણી પેટાસમિતિએ ધ્યાન પર લીધી છે.. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય પ્રધાને સરકારી તબીબોના તમામ પ્રશ્નો ધ્યાને લીધા છે.. સાથે જ બધી માગણીઓ સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે આગામી એક-બે દિવસોમાં તબીબોના એસોસિએશન સાથે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat : નવી સિવિલ હોસ્પિટલને પણ હવે અંગદાનની મંજૂરી મળી, 21 ડોક્ટર્સની કમિટી બનાવાઈ

આ પણ વાંચો :  અમદાવાદના મણિનગર રેલ્વે ક્રોસિંગથી લોકો પરેશાન, બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ

Published On - 11:25 am, Thu, 20 January 22