બિનસચિવાલયની પરીક્ષા રદ કરી દેવાઈ છે. બિનસચિવાલયની પરીક્ષાને લઈ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં SITનો રિપોર્ટ સોંપવાની વાત કરી હતી. SITએ વિદ્યાર્થીઓને સાથે રાખી તપાસ યોજી હતી. સાથે કહ્યું કે, વિદ્યાર્થીઓએ 10 મોબાઈલ સોંપ્યા હતા. CCTVની તપાસમાં કેટલાક કેન્દ્ર પર મોબાઈલમાંથી પેપર લખતા હોવાનું સામે આવ્યું છે. ગૃહ પ્રધાને કહ્યું કે, મુખ્યપ્રધાને સમગ્ર રીપોર્ટની સમીક્ષા કરી હતી. અને સૂચન કર્યું કે, વિદ્યાર્થીઓની સાથે અન્યાય થવા દઈશું નહીં. અને જો પરીક્ષામાં નાની પણ ખામી સામે આવે કે, પેપર લીક થયું હોય તો પરીક્ષા રદ કરવાની રહેશે. મુખ્યપ્રધાનના સૂચન બાદ પરીક્ષા રદ કરી દેવાઈ છે.
આ પણ વાંચોઃ વિજય દિવસ: જ્યારે ભારતીય સેનાના પરાક્રમ સામે પાકિસ્તાને આત્મસમર્પણ કરી લીધું
રાજ્યમાં લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે SITએ તપાસ પૂર્ણ કરી છે. અને તપાસનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દીધો છે. SITના અધ્યક્ષ કમલ દયાણીએ સીએમને રિપોર્ટ વિશે માહિતગાર કર્યા છે. મહત્વનું છે કે આજે આ મુદ્દાને લઈ SITના સભ્યોની GPSCના અધ્યક્ષ સાથે બેઠક યોજાઈ હતી. તો આંદોલનકારી વિદ્યાર્થી નેતાઓ પણ અધિકારીઓની મુલાકાતે પહોંચ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 1:43 pm, Mon, 16 December 19