Breaking News: ભાવનગરઃ નવનીત બાલધીયા પર હુમલાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી છે. જયરાજ આહિરના ઈશારે હુમલો થયાનો નવનીત બાલધીયાનો આક્ષેપ છે. SITની ટીમને જયરાજ આહિર વિરુદ્ધ પુરાવા મળતા ધરપકડ કરી છે. નવનીત બાલધીયાને માર મારવા મુદ્દે જયરાજ આહિરની ખુલ્લી સંડોવણી સામે આવી છે. તમામ પુરાવાઓ પ્રાપ્ત થતા જયરાજ આહીરની ધરપકડ કરાઈ છે.
બગદાણાના સેવક નવનિત બાલધિયા પર હુમલામાં જયરાજ આહિરની ભૂમિકા સામે આવી છે. તેના ઈશારે જ હુમલો કરાયો હોવાનું સત્ય ઉજાગર થયુ છે. આ સમગ્ર મામલે કોળી સમાજ હાલ મેદાને છે, ત્યારબાદ મુખ્યમંત્રી લેવલ સુધી રજૂઆત કરવામાં આવી હતી. ગત 5 જાન્યુઆરીએ આ સમગ્ર કેસમાં ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી હતી. SIT દ્વારા આ સમગ્ર કેસમાં તપાસ હાથ ધરવામાં આવી. ત્રણ દિવસ પહેલા જ જયરાજ આહિરનું નિવેદન પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યુ હતુ.
આ સાથે ફરિયાદી નવનિત બાલધિયાનું નિવેદન પણ લેવાયુ હતુ. જેમા ફરિયાદીએ કેટલાક પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. આ પુરાવાના આધારે જયરાજ આહિરની SIT દ્વારા સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. હવે આ સમગ્ર કેસમાં કાયદાકીય પ્રક્રિયા આગળ વધશે, જેમા શા માટે નવનિત બાલધિયા પર હુમલો કરવામાં આવ્યો તેમજ હુમલાખોરોમાં અન્ય કોની કોની સંડોવણી છે તે તમામ દિશામાં તપાસ આગળ ધપશે.
29 ડિસેમ્બરના રોજ બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધીયા પર હુમલાની ઘટના બની હતી. આમાં મુખ્ય ષડયંત્રકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. ઘટનાના આટલા દિવસ બાદ પણ પોલીસ કે SIT ટીમ મુખ્ય આરોપી સુધી પહોંચી શકી ન હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. હવે આને પગલે કોળી સમાજ હાલ રોષમાં છે અને તેમણે હવે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.
ભાવનગરમાં યોજાનારા કોળી સમાજના સંમેલનને લઈને સમાજમાં આંતરિક ફાંટા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ મુદ્દે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ આ સંમેલનના ઉદ્દેશ્યથી હજુ સુધી અજાણ છે.
Input Credit- Mohit Bhatt- Rajkot
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 6:00 pm, Sat, 24 January 26