રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ વિજય રૂપાણી સરકારથી રાજ્યની જનતા નારાજ થઈ હતી. આગામી ચૂંટણીમાં આ નારાજગી મતદાન પર અસર કરી શકે તેવી બીકે ભાજપ (BJP) મોવડીમંડળે આખી સરકાર બદલી નાખી. મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓ નવા બનાવવામાં આવ્યા. આ સમયે ભુપેન્દ્ર પટેલ એક્સિડેન્ટલી મુખ્યમંત્રી બની ગયા હતા. તેમની સામે ઘણા પડકારો હતા, જેમાં સૌથી મોટો પડકાર કોરોનાની બીજી લહેરમાં સરકાર પ્રત્યે લોકોમાં જે નારાજગી હતી તે દૂર કરવાનો હતો. હવે ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાલો જાણીએ કે ભુપેન્દ્ર પટેલ સરકારે પ્રજાના હીત માટે શું કર્યું?
ભૂપેન્દ્ર પટેલની સરકારે 121 દિવસ પૂર્ણ કર્યાં છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) એ કહ્યું કે, કુદરતી આફતો હોય કે કોરોના મહામારી દરેક જગ્યાએ લોકોની સાથે રહેવું અમારૂ ધ્યેય છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમા 1570 કરોડના 49 હજાર કામોના લોકાર્પણ-ખાતમૂર્હત કર્યાં અને 1.92 લાખ લાભાર્થીઓને લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં કોરોના (Corana) સામે લડવું એ અમારી પ્રાથમિકતા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 9.46 કરોડ ડોઝ અપાયાં છે. 121 દિવસમાં વેક્સિન (Vaccine) ના 4.97 કરોડ પ્રથમ ડોઝ જ્યારે 4.36 કરોડ બીજા ડોઝ અપાયા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિથી થયેલાં નુકસાન સામે 1 હજાર કરોડનું રાહત પેકેજ આપ્યું છે. 1530 ગામોના 5.06 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળ્યો છે. ખેતરોમાં ટાવરો ઉભા કરવાના કિસ્સામાં ખેડૂતો (Farmer) ને થતા નુકસાનનું વળતર વધારીને 15 ટકા કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે ગમે તેવી કુદરતી આફતો હોય કે કોરોના જેવી મહામારી હોય અમે દિન રાત પ્રજાની સેવામાં ખડેપગે રહ્યાં છીએ. આજે અમારી સફળતાનો શ્રેય હું રાજ્યની જનતાના ચરણોમાં ધરવા માંગું છું.
રાજ્ય સરકારે મહેસૂલી (Revenue) પ્રક્રિયાનું સરળીકરણ કરીને 3.63 લાખ નાગરીકો માટે ઈ-સાઈનથી મહેસૂલી રેકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નિયત સેવાઓમાંથી એફિડેવિટમાંથી મુક્તિ આપી સેલ્ફ ડેકલેરેશન માન્ય રાખવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. ડિઝિટલાઈઝ પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન આપવાનો પણ નિર્ણય કરાયો છે.
બીન ચેપી રોગોની સારવારનું મહાઅભિયાન શરૂ કરાયું છે જેમાં ભૂલકાઓને મગજના તાવ સામે રક્ષણ આપતી વેક્સિનના 36 લાખ ડોઝ અંદાજે 12 લાખ બાળકોને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જમીનના બિનખેતીના હૂકમોની મંજુરી બાદ તેના પર બાંધકામ અંગેની સમય મર્યાદા દૂર કરવામાં આવી છે. સરકારના વિભાગો વચ્ચે સંકલન માટે ઈ સરકાર પોર્ટલનો પ્રારંભ કર્યો છે. તલાટી દ્વારા આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની સમયમર્યાદા પણ ત્રણ વર્ષ સુધી માન્ય રાખવામાં આવી છે.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ગ્રામ્ય કક્ષાએ તાલિમ કાર્યક્રમો, સેમિનાર, શિબિર વગેરેનું આયોજન કરાશે. ઉપરાંત ગુણવત્તા ચકાસણીની લેબોરેટરી જેવા સંસાધનો ઊભા કરાશે. આ માટે સરકાર દ્વારા ભંડોળ પુરું પાડવામાં આવશે.
121 દિવસ દરમિયાન વડોદરા અને પાટણ બે જિલ્લાઓ અને 37 તાલુકાઓમાં 100 ટકા નલ સે જલ યોજનાથી લાભાન્વિત થયાં. 31મી જાન્યુઆરી સુધીમાં વધુ 6 જિલ્લાઓમાં નલ સે જલનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર 2022 સુધીમાં આ યોજના 100 ટકા પૂર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Gandhinagar : જાણીતા ગાયક વિજય સુવાળા ભાજપમાં જોડાયા, કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો