ભુજમાં 10 ગામોને જોડતા બિસ્માર રોડથી લોકોમાં આક્રોશ, રિપેર કરવા ઉગ્ર માંગ

|

Jan 21, 2021 | 10:45 PM

ભુજ(Bhuj) તાલુકાના આહીરપટ્ટી ગામોમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન છે. ભુજ લાખોંદ-પધ્ધર થઈ આહીરપટ્ટીને જોડતા ગામોના રસ્તા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે.

ભુજ(Bhuj) તાલુકાના આહીરપટ્ટી ગામોમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન છે. ભુજ લાખોંદ-પધ્ધર થઈ આહીરપટ્ટીને જોડતા ગામોના રસ્તા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. અનેકવાર નાની મોટી ઘટનાઓ પણ બની પરંતુ હજુ પણ બિસ્માર રસ્તાની મરામત થઈ નથી.  પરંતુ ઓવરલોડ વાહનોની સતત અવરજવરને કારણે રસ્તાની સ્થિતી દયનીય બની છે. ભુજના આ વિસ્તારમાં ઉદ્યોગો પણ છે. ખેતી સાથે જોડાયેલા લોકોની પણ દૈનિક અવરજવર ધરાવતા રોડનું કામ થતુ નથી આરોગ્યની ચિંતા સાથે લોકો કહે છે. ઈમરજન્સી રોડ પરથી પસાર થવુ મુશ્કેલ છે. તેવામાં રોડની જરૂરિયાતને ધ્યાને રાખી રોડનું કામ ઝડપથી થાય તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. કાળી  તલાવડી,અટલનગર,ચપરેડી સહિત 10 જેટલા ગામોને જોડતો આ માર્ગ છે અને વાહનોની અવરજવર પણ રહે છે. પરંતુ માંગણી છતાં રસ્તાનું કામ થયુ નથી.

 

 

આ પણ વાંચો: CM વિજય રૂપાણીએ રામમંદિર માટે આપ્યું રૂ.5 લાખનું દાન

Next Video