ભાવનગરમાં 200 કરોડના ખર્ચે બનેલી સુપર સ્પેશ્યિલિટી હોસ્પિટલનું બિલ્ડીંગ ત્રણ વર્ષથી બનીને તૈયાર, માત્ર લોકાર્પણના વાંકે ખાઈ રહી છે ધૂળ

|

Aug 01, 2024 | 6:05 PM

ભાવનગરમાં 200 કરોડના ખર્ચે બનેલી પ્રધાનમંત્રી સુપર સ્પેશ્યિલિટી યોજના અંતર્ગત નવ નિર્મીત હોસ્પિટલ ત્રણ વર્ષથી બનીને તૈયાર છે માત્ર તેનુ લોકાર્પણ બાકી હોવાથી હોસ્પટલને કાર્યરત કરાઈ નથી. હાલ લાખોના ખર્ચે વસાવાયેલા અત્યુધિનિક સાધનો પણ બગડી રહ્યા છે.

ભાવનગરની પ્રજાની કમનસીબી હોય તેમ એક તરફ સર.ટી હોસ્પિટલનું બિલ્ડીંગ બંધ પડ્યું છે અને રાજાશાહી સમયના જુના બિલ્ડિંગમાં હોસ્પિટલ ચાલી રહી છે. પરંતુ છેલ્લા અઢી ત્રણ વર્ષથી 200 કરોડના ખર્ચે બનાવેલ પ્રધાનમંત્રી સુપર સ્પેશિયાલિટી યોજના અંતર્ગતનું બિલ્ડીંગ લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાંબા સમયથી ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીટી સ્કેન અને એમઆરઆઇ મશીનને શરૂ કરવા આરોગ્ય કમિશનર દ્વારા અપાયેલી સૂચના બાદ પણ સર ટી હોસ્પિટલના અધિકારીઓ આદેશને ઘોળીને પી ગયા છે અને પંદર દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી આરોગ્ય સુવિધા શરૂ છે થઈ નથી.

200 કરોડના ખર્ચે બનેલી સુપર સ્પેશ્યિલિટી હોસ્પિટલ ત્રણ વર્ષથી બનીને તૈયાર

સરકાર દ્વારા આરોગ્ય સંદર્ભે ખૂબ જ ગંભીરતા દાખવે છે. પરંતુ સ્થાનિક આરોગ્યતંત્ર તદ્દન બેદરકાર છે. સર.ટી હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી સુપર સ્પેશિયાલિટી યોજના અંતર્ગત 200 કરોડના ખર્ચે તમામ અત્યાધુનિક આરોગ્ય સુવિધા સાથેનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. બિલ્ડીંગ બની ગયાને પણ અઢીથી ત્રણ વર્ષ વીતી ગયા છતાં પ્રજા નવા બિલ્ડિંગની આરોગ્ય સુવિધાથી વંચિત છે. છેલ્લા પાંચ વર્ષથી વડાપ્રધાન મુખ્યમંત્રી કે મંત્રી દ્વારા સરકારી બિલ્ડીંગના લોકાર્પણ પૂર્વે કોર્પોરેશન પાસેથી પ્લાન મંજૂરી અને બીયુ પરમિશનની પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. જેથી પ્રધાનમંત્રી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના બિલ્ડીંગ માટેનો કોર્પોરેશનમાં 45 લાખનો દંડ ભરપાઈ કરી બિલ્ડીંગ યુઝ પરમિશન ની પ્રક્રિયા પણ પૂરી કરી હતી તેમ છતાં હજુ સુધી લોકાર્પણ થયું નથી અને લોકોને આરોગ્યની આધુનિક સુવિધા મળતી નથી.

સિટી સ્કેન મશીન શરૂ કરવા સૂચના આપવા છતા કરાયા નથી

સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું બિલ્ડીંગ તો ધૂળ ખાઈ રહ્યું છે પરંતુ સાથોસાથ તેમાં ઇન્સ્ટોલ કરેલ 3t MRI અને 128 slice સીટી સ્કેન મશીન પણ ધૂળ ખાઈ રહ્યું છે. આરોગ્ય કમિશનર દ્વારા MRI અને સીટી સ્કેન મશીન શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને ગઈ 16 જુલાઈના રોજ સર્ટી હોસ્પિટલના તબીબ અધિક્ષક દ્વારા 16 જુલાઈથી શરૂ કરવા કાર્યાલયને આદેશ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આજ સુધી સીટી સ્કેન કે એમ આર આઈ મશીનો શરૂ કરવામાં આવ્યા નથી, જોકે આ અંગે સર્ટી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.જિજ્ઞા દવેનું કહેવું છે કે આ તમામ મશીનની ટ્રેનિંગ હાલમાં સ્ટાફ માટે શરૂ કરી દેવામાં આવી છે. બાકી હોસ્પિટલ શરૂ કરવા માટે પણ બાકીના સ્ટાફ ડૉક્ટરો, નર્સ તમામ ભરતી પ્રક્રિયા શરૂ છે અને તે કામમાં પણ વેગ આપવામાં આવી રહ્યો છે. હાલ સર.ટી હોસ્પિટલમાં સીટી સ્કેન અને MRI જુના મશીનો દ્વારા શરૂ છે. જેથી દર્દીઓને કોઈ તકલીફ પડી રહી નથી અને આ નવા મશીનો નવા બિલ્ડિંગમાં નવા મશીનો શરૂ કરવા માટે હાલ સ્ટાફને ટ્રેનિંગ શરૂ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 6:05 pm, Thu, 1 August 24

Next Article