મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel) આવતીકાલે સૌરાષ્ટ્રના 4 જિલ્લાની મુલાકાત લેશે. તે પૈકી તેઓ સૌ પ્રથમ ગીર સોમનાથ (Gir somnath) જિલ્લાના સોમનાથ મંદિરે પહોંચશે. સવારે 8-45 વાગ્યે ગુજરાત હાઈકોર્ટ ખાતે હર્બલ અને મેડીશનલ ગાર્ડનના લોકાર્પણ બાદ તેઓ સોમનાથ જવા રવાના થશે. 12-15 વાગ્યે સોમનાથ મંદિર પહોંચશે અને સોમનાથ દર્શન અને ભોજન કરીને 2-40 વાગ્યે દ્વારકા (Dwarka) જવા રવાના થશે.
સવારે 8-20 વાગ્યે પ્રસ્થાન
સવારે 8-45 વાગ્યે ગુજરાત હાઇકોર્ટ ખાતે હર્બલ અને મેડીશનલ ગાર્ડનના લોકાર્પણ
10-50 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના
11-15 વાગ્યે જામનગર ખાતે આગમન અને સોમનાથ જવા રવાના થશે.
12-10 વાગ્યે સોમનઆથ હેલિપેડ ખાતે આગમન
12-15 વાગ્યે સોમનાથ મંદિર પહોંચશે
1-30 વાગ્યે સોમનાથ દર્શન
2-40 વાગ્યે દ્વારકા જવા રવાના થશે.
3-40 દ્વારકા હેલિપેડ ખાતે આગમન
4-10 વાગ્યે દ્વારકાના સિગ્નેચર બ્રિજની મુલાકાત લેશે
4-40 તેઓ દ્વારકા જગત મંદિરના દર્શન કરશે
5-50 વાગ્યે તેઓ દ્વારકા હેલિપેડથી જામનગર જવા રવાના થશે
6-25 વાગ્યે તેમનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થશે અને ત્યાર બાદ તેઓ ભાવનગર જવા રવાના થશે.
7-00 વાગ્યે મુખ્યમંત્રી ભાવનગર એરપોર્ટ ખાતે આવશે
7-10 વાગ્યે મટકીફોડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
8-00 વાગ્યે ભોજન લઈને રોડ માર્ગે લોકમેળાના સ્થળે પહોંચશે
9-00 વાગ્યે જવાહર મેદાન ખાતે જનમાષ્ટમીના લોકમેળાનું ઉદ્ઘાટન કરશે
11-00 વાગ્યે ભાવનગર એરપોર્ટથી અમદાવાદ જવા માટે રવાના થશે
રાજકોટમાં ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થયો છે, સાંજે 5: 30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra Patel) લોકમેળાને ખુલ્લો મૂક્યો હતો. આ મેળો 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે. લોકમેળાને લઈને પોલીસ કમિશનર દ્વારા રેસકોર્ષ રિંગ રોડ પર વાહન લઈ જવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુલ 18 પાર્કિંગ ઝોન (parking zone) રાખવામાં આવ્યા છે. આ સાથે મેળામાં વહિવટી તંત્ર,પોલીસ, PGVCL, મહાનગરપાલિકા સહિતની ટીમો તૈનાત રહેશે. આખા મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
પાંચ દિવસના મેળામાં સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે. સાંજે 5: 30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકમેળાને ખુલ્લો મૂકશે. 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે. લોકમેળાને લઈને પોલીસ કમિશનર દ્રારા રેસકોર્ષ રિંગ રોડ પર વાહન લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. કુલ 18 પાર્કિંગ ઝોન (parking zone) રાખવામાં આવ્યા છે. આ સાથે મેળામાં વહિવટી તંત્ર,પોલીસ,PGVCL,મહાનગરપાલિકા સહિતની ટીમો તૈનાત રહેશે. આખા મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. પાંચ દિવસના મેળામાં સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.