ઉનાળા (Summer) ના મધ્યાંતરે જળના તળ ઊંડે જઈ રહ્યા છે. પાણી (water) ની માંગમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ભાવનગર (Bhavnagar) જિલ્લામાં જળસિંચન માટે આશીર્વાદરૂપ ડઝન જળાશયોમાં સરેરાશ ૪૩.૪૨ ટકા જળસંગ્રહ છે. જોકે રાહતની વાત એ છે કે એક પણ જળાશય હજુ સુધી ક્રિકેટના મેદાનમાં નથી ફેરવાયા. પાણી સુકાશે ત્યાં સુધી ચોમાસું પણ આવી જશે. ભાવનગર જિલ્લામાં મોટી ડઝન સિંચાઈ યોજનાઓ છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી મોટી કહી શકાય તેવી શેત્રુંજી ડેમ (Shetruji Dam) ભાવનગરની જીવાદોરી (lifeline) સમાન છે. કારણ કે તેમાંથી ભાવનગર મહાનગર પાલિકા સહિતના શહેરો માટે પાણીનું નિયમિત ઉપાડ કરે છે. તો બીજી બાજુ ખેડૂતો માટે પણ સિંચાઈનું પાણી પણ છોડવામાં આવે છે. જેથી ખેડૂતો માટે શેત્રુંજી ડેમ લાભદાયી છે. ડેમમાં હાલમાં 41 ટકા જળરાશીનો સંગ્રહ થયેલો છે. જેથી ઓગસ્ટ મહિના સુધી પાણીની કોઇ મુશ્કેલી પડશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ત્યાં સુધીમાં ચોમાસાના નવા નીરની આવક થઇ જશે.
આ સિવાયના જળાશયોમાં પણ નોંધપાત્ર આવક ગયા ચોમાસે થઈ હતી. જોકે હાલમાં સૌથી ઓછો પાણી જથ્થો પીંગળી ડેમમાં 12 ટકા અને હણોલ ડેમમાં 13 ટકા જળરાશી છે. તો સૌથી વધુ હમીરપરા ડેમ 70 ટકા ભરાયો છે. જેના પરિણામ સ્વરૂપે આસપાસના જળ ના તળ પણ જીવંત રહ્યા છે. ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. કાળઝાળ ઉનાળામાં પણ તેમની આસપાસના વિસ્તારોમાં ખેતીવાડીમાં લીલોતરી જોવા મળી રહી છે. ડેમમાં જળ સપાટી ઘટશે ત્યાં સુધીમાં ચોમાસુ આંબી જશે તેથી આ વર્ષે ભાવનગર જિલ્લામાં જળ સમસ્યા ભૂતકાળ બની રહેશે તેવો આશાવાદ છે.
શેત્રુંજી ડેમ ભલે ભરેલો છે તો પણ 196 કિલોમીટરમાં ફેલાયેલી ઠેકઠેકાણે તૂટેલી કેનાલને કારણે બારમાસી સિંચાઈ ન થાય તેવી સ્થિતિ જોવા મળે છે. અડધી સદી જૂની શેત્રુંજી સિંચાઈ યોજનામાં આધુનિકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. હાલમાં ઠેકઠેકાણે કાચીનેહર, ધોરીયા, પાઇપ લાઇનમાં પરિવર્તન કરવાથી પાણીનો બગાડ અટકે તેમજ વધુ સમય થઈ શકે વર્ષોવર્ષ કેનાલ મેન્ટેનન્સ નો કરોડોનો ખર્ચ પણ બચે તેમ છે. આમ છતાં ગામડાના વિકાસ કરવાની વાત કરતી ગુજરાત સરકાર ભાવનગર શેત્રુંજી કેનાલ માં ભારે બેદરકારી રાખવી છે.
આ પણ વાંચોઃ પીએમ મોદી આજે સુરતમાં પાટીદાર બિઝનેસ સમિટને સંબોધશે, ત્રણ દિવસીય સમિટમાં 10,000 પાટીદાર ઉદ્યોગપતિઓ ભાગ લેશે
આ પણ વાંચોઃ અંકલેશ્વર રૂરલ પોલીસે બળાત્કારી પિતાની ધરપકડ કરી, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ ફરિયાદ નોંધાવી હતી