મોરારીબાપુ દ્વારા હિમાચલ પ્રદેશમાં થયેલી તારાજીને પહોંચી વળવા અપાયુ દાન, સેવા ભારતી સંસ્થાને 25 લાખ અર્પણ કરાયા

મોરારી બાપુની સંવેદના રૂપે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા હિમાચલ પ્રદેશમાં સેવાનું અદભુત કાર્ય કરી રહેલી સેવા ભારતી સંસ્થા દ્વારા રુપિયા 25 લાખનું અનુદાન મોકલવામાં આવ્યું છે.આ સંસ્થા હિમાચલ પ્રદેશમાં માનવસેવા અને માનવીય મૂલ્યોના કાર્યને વરેલી છે. સેવા ભારતી સંસ્થા દ્વારા હિમાચલ પ્રદેશના દુર દૂરના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

મોરારીબાપુ દ્વારા હિમાચલ પ્રદેશમાં થયેલી તારાજીને પહોંચી વળવા અપાયુ દાન, સેવા ભારતી સંસ્થાને 25 લાખ અર્પણ કરાયા
| Edited By: | Updated on: Sep 02, 2023 | 3:20 PM

છેલ્લા કેટલાય મહિનાઓથી હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) અતિવૃષ્ટિને (Heavy rain) કારણે જાન-માલનું ભયંકર નુકસાન થયુ છે. સતત વરસેલા વરસાદને કારણે અનેક લોકોના મોત થયા છે. એટલુ જ નહીં અનેક પશુઓના પણ મોત થયા છે. ભૂસ્ખલન જેવી પરિસ્થિતિને કારણે લોકોના માલ-સામાનને નુકસાન થયુ છે. તો લોકોને રહેવા માટે પણ વિકટ સ્થિતિ ઊભી થઇ છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં માત્ર હિમાચલ પ્રદેશમાં જ 72,000 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયુ છે.લોકોને હજુ પણ રહેવાની અને ખોરાકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો- ભાવનગરના મહુવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ, નવી 4 બસ ફાળવવાની જાહેરાત, જુઓ Video

ગત જુલાઈ માસમાં બાપુએ અમેરિકાના બોસ્ટનમાં કથા કરી હતી અને એ સમયે પૂજય મોરારીબાપુએ રામકથાના શ્રોતાઓના સહયોગ વડે હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પ્રાકૃતિક આપદા આવી હતી તે માટે રૂપિયા 25 લાખનું અનુદાનની જાહેરાત કરી હતી.

મોરારી બાપુની સંવેદના રૂપે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા હિમાચલ પ્રદેશમાં સેવાનું અદભુત કાર્ય કરી રહેલી સેવા ભારતી સંસ્થા દ્વારા રુપિયા 25 લાખનું અનુદાન મોકલવામાં આવ્યું છે.આ સંસ્થા હિમાચલ પ્રદેશમાં માનવસેવા અને માનવીય મૂલ્યોના કાર્યને વરેલી છે. સેવા ભારતી સંસ્થા દ્વારા હિમાચલ પ્રદેશના દુર દૂરના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. તેમાં આ દાન રાશિ અર્પણ કરવામાં આવી છે. આ રાશિ અર્પણ કરવા બદલ સેવા ભારતી સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારી બાપુ કોઈ પણ આપદા હોય ત્યારે લોકો સાથે ઉભા રહે છે અને પોતાનાથી બનતી મદદ પુરી પાડે છે. જેથી લોકોને સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળી રહે.ત્યારે તેમની આ પ્રવૃત્તિમાં વધુ એક મદદ કરવાનું મોર પિચ્છ ઉમેરાયું છે. હિમાચલના લોકોને મદદ પુરી પાડવાનું તેમનું આ એક ઉત્તમ કાર્ય ગણી શકાય.

અગાઉ કરેલી સહાય

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને મૃત્યુ પામેલાઓને મોરારીબાપુ તરફથી શ્રદ્ધાંજલિ અને સહાય આપવામાં આવી છે. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં શિમલા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદને કારણે જમીન અને મકાનોનું મોટે પાયે ધોવાણ થયું છે અને એને લીધે ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે. ત્યારે પૂજ્ય મોરારીબાપુએ આ તમામ મૃતકોને એમની શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે.અગાઉ પણ મૃતકના પરિજનોને 15,000 પ્રમાણે કુલ મળીને 9 લાખ રૂપિયાની સહાયતા રાશિ પણ અર્પણ કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:15 pm, Sat, 2 September 23