ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની 34મી રથયાત્રાને (Rathyatara) લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે..શહેરના (Bhavnagar) જાહેર માર્ગો અને રથયાત્રાના રૂટને 17 હજાર ધજાથી શણગારવામાં આવ્યો છે.સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓના 23 કટ આઉટ લગાવાયા છે.આ સિવાય ભગવાનનો રથ પણ તૈયાર થઈ રહ્યો છે. તો વાઘા પણ તૈયાર થઈ ગયા છે. રથયાત્રા 17.5 કિલોમીટરના રૂટમાં અલગ અલગ પોઇન્ટ પર 23 કટાઉટ લગાવવામાં આવ્યા છે.ઉપરાંત રથયાત્રા રૂટ પર 70 કમાન ગેટ ગોઠવવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ રથયાત્રાના રૂટ (rathyatra route) અને શહેરના જાહેર રસ્તા પર કુલ 17 હજારથી પણ વધારે ધજા લગાડવામાં આવી છે..
તો બીજી તરફ રથયાત્રા (rathyatra 2022) શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસે પણ તમામ પ્રકારની સુરક્ષા(Safety) કરી લીધી છે.પોલીસ વિભાગ દ્વારા રથયાત્રા માટે 15 ડીવાયએસપી, 40 પીઆઇ, 150 પી.એસ.આઇ, 3 હજાર પોલીસ કોન્સ્ટેબલ અને 2 હજાર હોમગાર્ડ જવાનો જવાનોની માંગણી કરાઇ છે. અને હાલમાં પોલીસ શહેરમાં (Bhavanagar Police) સઘન ચેકિંગ તપાસ કરી રહી છે.