Gujarati Video: ડમીકાંડને લઇને યુવરાજના નજીકના બીપીન ત્રિવેદીનો વીડિયો વાયરલ, યુવરાજ પર લગાવ્યો ખંડણીનો આરોપ, યુવરાજસિંહે તમામ આરોપો ફગાવ્યા

|

Apr 15, 2023 | 6:10 PM

Bhavnagar: ભાવનગરમાં ભરતી પરીક્ષામાં સામે આવેલા ડમીકાંડમાં એક બાદ એક નવા ખૂલાસા થઈ રહ્યા છે અને નવા નામો સામે આવી રહ્યા છે. આજે પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી છે ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે તેમના નજીકના વ્યક્તિ બિપીન ત્રિવેદીનો ગંભીર આક્ષેપ લગાવતો વીડિયો વાયરલ થયો છે.

Gujarati Video: ડમીકાંડને લઇને યુવરાજના નજીકના બીપીન ત્રિવેદીનો વીડિયો વાયરલ, યુવરાજ પર લગાવ્યો ખંડણીનો આરોપ, યુવરાજસિંહે તમામ આરોપો ફગાવ્યા

Follow us on

જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ ઉજાગર કરી, જેમણે ભ્રષ્ટાચારની પોલ ખોલી. જેમણે અનેક પેપરલીક કાંડનો પર્દાફાશ કર્યો. તે જ યુવરાજસિંહ સામે ગંભીર આરોપ લાગ્યા છે. શિક્ષણજગતમાં પેપરલીક સહિતના અનેક કાંડ ઉજાગર કરનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ખુદ હાલ ભરતી પરીક્ષાના ડમીકાંડમાં સવાલોના ઘેરામાં આવી ગયા છે.

યુવરાજે ભરતી પરીક્ષાના ડમીકાંડમાં નામ ન જાહેર કરવા માટે 50 લાખ માગ્યા હોવાનો આરોપ

યુવરાજસિંહ જાડેજા પર આરોપ લાગ્યો છે કે, તેમણે ડમીકાંડમાં નામ ન લેવા માટે રૂપિયા 55 લાખ લીધા છે. આ આરોપ લગાવનારા કોઈ વિરોધીઓ નથી. આ આરોપ લગાવ્યો છે યુવરાજસિંહના જ નજીકના ગણાતા બિપિન ત્રિવેદીએ. બિપિન ત્રિવેદી કે જેઓ 2018થી યુવરાજસિંહના સંપર્કમાં છે. બંને મિત્રો જેવા છે અને વિદ્યાર્થી હિતના કાર્યો કરતાં રહે છે. આ જ બિપિન ત્રિવેદીનો એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો કે, ડમીકાંડમાં નામ ન લેવા માટે કોઈ ઘનશ્યામ નામના વ્યક્તિ મારફતે ત્રણ તબક્કામાં 55 લાખ ચુકવાયા છે.

બિપિન ત્રિવેદીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, પૈસાની ચુકવણી કરવા ઘનશ્યાન નામના વ્યક્તિ સાથે તેઓ પણ ગયા હતા અને યુવરાજસિંહના વતી તેમના સાળા શિવુભાને પૈસા પણ આપ્યા હતા. આ કેસમાં કેટલીક વોટ્સએપ ચેટ પણ સામે આવી. જેમાં મળવાને લઈને ચર્ચાઓ હતી. તેમજ અખબારમાં આવેલા સમાચારમાં છપાયેલા પીકે અને આરકે નામની પણ માહિતી કોણે આપી તે પ્રકારે પણ ચર્ચા થઈ.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

આ પણ વાંચો: ગુજરાતમાં પેપરલિંક કાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી આરોપ લગાવ્યા, કર્યા આ નવા ખુલાસા

આ ઉપરાંત એક CCTV પણ સામે આવ્યા. જેમાં જે વ્યક્તિ ઘનશ્યામનું વારંવાર નામ આવી રહ્યું છે, તે કારમાં બેઠેલો કેદ થયો. આ ઉપરાંત પ્રદીપ અને જિગ્નેશ નામના બે વ્યક્તિઓ પણ દેખાયા. CCTVમાં બંને જતાં દેખાયા, જેમાં જિગ્નેશ નામનો વ્યક્તિ છે, જે ડમીકાંડમાં પણ સામેલ છે અને રૂપિયા આપવામાં તેની મોટી ભૂમિકા છે. આ બંને ઘનશ્યામની કારમાં પૈસા ભરેલી બેગ લઈને જતાં અને બેસતાં નજરે પડ્યા હતા

ઈનપુટ ક્રેડિટ- અજીત ગઢવી- ભાવનગર

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 2:38 pm, Sat, 15 April 23

Next Article