Bhavnagar : જય જય જગન્નાથના નાદ સાથે રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી

|

Jul 12, 2021 | 10:38 AM

ભાવનગર  શહેરમાં રથયાત્રા (Rathyatra)શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. રથયાત્રા પહેલાની છેડા પોરા અને પહિંદ વિધિ કરવામાં આવી હતી. રથયાત્રા(Rathyatra) પૂજા વિધિ બાદ શહેરના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કરફ્યુ વચ્ચે રથયાત્રા નીકળી હતી.

Bhavnagar : ભાવનગર શહેરમાં રાજ્ય સરકાર (State Government) ની મંજૂરી મળતા રથયાત્રા શહેરના માર્ગો પર પસાર થઈ હતી. ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને આખરી ઓપ બાદ ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા.

ભાવનગરમાં રથયાત્રા (Rathyatra) શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. રથયાત્રા પહેલાની છેડા પોરા અને પહિંદ વિધિ કરવામાં આવી હતી. રથયાત્રા (Rathyatra) પૂજા વિધિ બાદ શહેરના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગાઠવવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ નગરચર્યાએ નીકળ્યા હતા. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે રથયાત્રા નિકળી હતી. અમદાવાદની રથયાત્રા બાદ બીજા નંબરની રથયાત્રા ભાવનગર શહેરમાંથી નીકળી હતી. લોકોએ દુરથી જ ભગવાનના દર્શન કર્યા હતા. દેશમાં ત્રીજા નંબરની અને રાજ્યમાં બીજા નંબરની ભાવનગર (Bhavnagar) માં  નીકળતી હતી.

આ વખતે અનેક અટકળો બાદ રથયાત્રા (Rathyatra) કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરી આરતી કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો : અમેરિકન ગુજરાતી સિયા પરિખ, ફ્રાન્સ ગ્લોબલ શૉર્ટ ફિલ્મ એવોર્ડ ગાલામાં મોડલ તરીકે જોવા મળશે

Published On - 10:31 am, Mon, 12 July 21

Next Video