અમેરિકન ગુજરાતી સિયા પરિખ, ફ્રાન્સ ગ્લોબલ શૉર્ટ ફિલ્મ એવોર્ડ ગાલામાં મોડલ તરીકે જોવા મળશે

સિયા પરિખ (Sia Parikh ) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વ વિખ્યાત રેડ કાર્પેટ પર જોવા મળશે. સિયા કાન્સ (Cannes)માં યોજાનાર આ રોમાંચક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખુબ જ ઉત્સાહથી રાહ જોઈ રહી છે. સિયાના માતા-પિતા મૂળ વડોદરા (Vadodara)ના છે.

અમેરિકન ગુજરાતી સિયા પરિખ, ફ્રાન્સ ગ્લોબલ શૉર્ટ ફિલ્મ એવોર્ડ ગાલામાં મોડલ તરીકે જોવા મળશે
rising star sia to be featured at the global short film awards gala in cannes
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 11, 2021 | 4:06 PM

અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારની દિકરી સિયા પરિખ, એક યુવાન મહત્વાકાંક્ષી નૃત્યાંગના, અભિનેત્રીની સાથેસાથે મોડેલ પણ છે.  સિયા (Sia) 12 જુલાઈના રોજ કાન્સ, ફ્રાંસમાં ગ્લોબલ શૉર્ટ ફિલ્મ એવોર્ડ ગાલા (Gala)માં ફેશન ડિઝાઈનર (Fashion designer) એન્ડ્રેસ એક્વિનો માટે મોડલ (Model) તરીકે જોવા મળશે.

સિયા (Sia)કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વ વિખ્યાત રેડ કાર્પેટ પર પણ જોવા મળશે. સિયા કાન્સ (Cannes)માં યોજાનાર આ રોમાંચક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખુબ જ ઉત્સાહથી રાહ જોઈ રહી છે. હાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકા (America)માં એક હાઈસ્કૂલની વિદ્યાર્થીની છે. સિયા (Sia)ના પિતા એક આઈટી પ્રોફેશનલ છે તેમની માતા ફોટોગ્રાફર (Photographer)અને સામાજિક કાર્યકર (Social worker)છે. તેમના માતા-પિતા વડોદરા (Vadodara)ના છે.

સિયા (Sia) ફેશન, અભિનય અને નૃત્યમાં સારી રુચિ ધરાવે છે અને તેમણે સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારત બંન્નેમાં અનેક સ્પર્ધાઓ અને અભિનયના વર્કશોપમાં ભાગ લીધો છે. સિયા (Sia) હાલમાં કથક (ભારતી શાસ્ત્રીય નૃત્ય)નો અભ્યાસ કરી રહી છે.

સિયા (Sia)એ તેની હાઈ સ્કૂલમાં ફેશન કલ્બની વાઈસ પ્રેસિડેન્ટ છે. તે વિવિધ સાંસ્કૃતિક , શૈક્ષણિક, સામાજીક અને સેવાભાવી કામગીરીમાં ભાગ લે છે. હવે તેની છઠ્ઠી વાર્ષિક સિઝનમાં ગ્લોબલ શોર્ટ ફિલ્મ એવોર્ડસ (Film Awards)ની સ્થાપના એન્ડ્રેસ એક્વિનોએ કરી હતી. જેના સ્થાપક અને નિર્માતા પણ છે

સિયા પરિખે જણાવ્યુ હતુ કે, તે જ્યારે ધોરણ 6માં ભણતી હતી ત્યારે તેની ઉંચાઈ બહુ નહોતી.  પરંતુ મે આના વિશે વધુ વિચાર્યું ન હતું કારણ કે, મારા પરિવારમાં મારી માતા-કાકીની ઉંચાઈની આસપાસ મારી ઉંચાઈ હતી. ત્યારબાદ મને શાળામાં લોકો શૉર્ટીના નામથી બોલાવવાનું શરુ કરતા મને ખુબ જ દુંખ થયું હતુ અને હું સતત વિચાર કરતી હતી હું કાંઈ ખોટું તો કરી રહી નથી ને, શાળામાં લોકો મારી પાસે ઉભા રહીને મારા માથા પર હાથ રાખતા હતા. સોશિયલ મીડિયા (Social media) પર તેમનો ફોટો શેર કરતા હતા અને શૉર્ટી બૌના જેવી ટિપ્પણીઓ કરતા હતા.

જેનાથી હું ખુબ જ પરેશાન થતી હતી. મને ફોટો ક્લિક કરવાનું પસંદ હતુ પરંતુ આ ટિપ્પણીઓના કારણે હું કોઈ પણ પોસ્ટ શેર કરતી ન હતી. હું મારી માતા પાસે રડતી હતી. તે મને કહેતી તે નાની છે તેમ છતાં તે એક સફળ ફોટોગ્રાફર છે. જેનાથી મારામાં પણ આત્મવિશ્વાસ આવ્યો હતો.

હું કોઈના થી અલગ નથી અને હું ફેશન ઉદ્યોગ (Industry)માં કામ કરી શકું છુ. ભલે હું નાની છું પરિવારના નિરંતર સમર્થને મને તેમની ઉંચાઈની સાથે અશ્વસ્ત થવામાં મદદ કરી અને મને મજબુત બનાવી છે.

સોશિયલ મીડિયા ( Social media ) ના યુગમાં મારા જેવા અનેક યુવાન મગજ થી ખુબ પ્રભાવતિ છે અને પોતાને નાના ગણે છે. જો મને તક મળે તો હું કિશોરોમાં જાગરુતા ફેલાવવા માંગુ છુ કે, દરેક લોકો સુંદર હોય છે અને કોઈ પણ બાબતમાં સીમિત હોતી નથી.જેનાથી આપણે આપણા સમાજમાં યોગદાન દેવા માંગીએ છીએ.

આ પણ વાંચોઃ સિરિયલમાં કામ મળ્યા પહેલા આટલા વર્ષ બેરોજગાર રહ્યા હતા જેઠાલાલ, જાણો દિલીપ જોશીનો સંઘર્ષ

આ પણ વાંચોઃ Bhediya Release Date : આ દિવસે થશે ક્રિતી સેનન અને વરુણ ધવનની ફિલ્મ રિલીઝ, હવે ‘ભેડિયા’ બતાવશે તેનો આતંક

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati